ભુજ, તા. 25
: કચ્છમાં સુસવાટા મારતા પવન સાથે જારી રહેલા ઠારના માર વચ્ચે ગુરુથી શનિ દરમિયાન જિલ્લામાં
પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સર્ક્યુલેશનની અસર
તળે વાતાવરણ પલટાશે તેવું અનુમાન વ્યક્ત કરાયું છે. નલિયામાં 13.8 ડિગ્રી મહત્તમ સામે
8.5 ડિગ્રી લઘુતમ, ભુજમાં 24 ડિગ્રી મહત્તમ સામે 11.4 ડિગ્રી લઘુતમ તો કંડલા (એ.)માં
13.4 ડિગ્રી મહત્તમ સામે 12.4 ડિગ્રી લઘુતમ તાપમાને આખો દિવસ ઠંડીની ચમક જળવાયેલી રહી
હતી.