• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

એડિલેડની પીચ ઝડપી બોલરોને મદદગાર

એડિલેડ, તા.4 : ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારથી એડિલેડમાં ગુલાબી દડાથી ડે - નાઇટ ટેસ્ટ મેચ શરૂ થશે. પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની 29પ રને કારમી હાર થઈ હતી, પણ એડિલેડ ટેસ્ટમાં તે વળતો હુકલો કરી શકે છે, કારણ કે ડે-નાઇટ ટેસ્ટ મુકાબલામાં તેનો રેકોર્ડ ઘણો સારો છે. છેલ્લે જયારે ટીમ ઇન્ડિયા એડિલેડમાં ડે-નાઇટ રમી હતી ત્યારે કાંગારુ પેસ બેટરી સામે 36 રનમાં ઢેર થઈ હતી. હવે આ વખતે એડિલેડ ઓવલની પીચને લઈને ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર બીજા ટેસ્ટની પીચ ઝડપી અને ઉછાળવાળી હશે. આથી ફાસ્ટ બોલર્સને વધુ મદદ મળશે. એડિલેડ ઓવલના ક્યૂરેટર ડેમિયન હોગનું કહેવું છે કે, અમે એવી પિચ બનાવવાની કોશિશ કરી છે કે જેના પર બોલર્સ અને બેટર્સ બન્નેને સમાન તક રહે. જો કે તેમણે સ્વીકાર્યું કે ઝડપી બોલરોને પીચમાંથી વધુ મદદ મળશે જ્યારે સ્પિનર્સ થોડો ટર્ન મેળવી શકશે. પીચમાં ઉછાળ પણ હશે. એડિલેડ ઓવલની પીચ પર 6 મિમિ ઘાસ હશે તેવું માનવામાં આવે છે. ભારતીય ટીમે એડિલેડમાં 13 મેચ રમી છે. જેમાંથી આઠમાં પરાજય વેઠયો છે. ઓસ્ટ્રેલિયાનો આ મેદાન પર શાનદાર રેકોર્ડ છે. તેણે 82 ટેસ્ટમાં 4પ મેચમાં જીત મેળવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd