મસ્કત તા.4 : યુવા સ્ટ્રાઇકર
અરિજીતસિંઘ હુંડલના ચાર ગોલની મદદથી જૂનિયર એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં ભારત ચેમ્પિયન
બન્યું છે. આજે રાત્રે રમાયેલી ફાઇનલમાં ભારતનો પરંપરાગત હરીફ પાકિસ્તાન વિરૂધ્ધ પ
વિરૂધ્ધ 3 ગોલથી ભવ્ય વિજય થયો છે. જૂનિયર એશિયા કપ હોકીમાં ભારતનો આ પાંચમો ખિતાબ
છે. અગાઉ ભારત 2004, 2008, 201પ અને 2023માં ચેમ્પિયન બન્યું હતું. પાકિસ્તાન વિરૂધ્ધની
ફાઇનલમાં અરિજિતસિંઘ હુંડલે જોરદાર આક્રમક રમત રમી હતી. તેણે મેચની ચોથી, 18મી, 47મી
અને પ4મી મિનિટે ગોલ કરીને પાક.ની રક્ષા હરોળને છિન્નભિન્ન કરી દીધી હતી. જયારે દિલરાજ
સિંઘે મેચની 19મી મિનિટે ગોલ કર્યો હતો. પાકિસ્તાન તરફથી સુફિયાન ખાને 30મી અને 39મી
મિનિટે અને હનન શાહીદે મેચના પ્રારંભ સાથે ત્રીજી મિનિટે ગોલ કર્યો હતો. આ પહેલાં ગઇકાલે
ભારતે સેમિ ફાઇનલમાં મલેશિયાને 3-1 ગોલથી હાર આપી હતી.