• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ટેક્નોક્રેટ વૈંકટ દત્તા સાથે લગ્ન કરશે

નવી દિલ્હી, તા. 3 : ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ ટૂંક સમયમાં લગ્નના બંધને બંધાવાની છે. તા. 22 ડિસેમ્બરે રાજસ્થાનના ઉદયપુરમાં પીવી સિંધુનાં લગ્ન નિરધાર્યાં છે. તેના ભાવિ પતિનું નામ વૈંકટ દત્તા સાઇ છે. તે પોસાઇડેકસ ટેકનોલોજીમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. બન્નેનાં લગ્ન 22મીએ ઉદયપુરમાં થશે અને 24મીએ હૈદરાબાદમાં ખાસ ભવ્ય રિસેપ્શનનું આયોજન થયું છે, જેમાં દેશની ટોચની હસ્તીઓ ઉપસ્થિત રહેશે તેવા રિપોર્ટ છે. સિંધુના પિતાએ જણાવ્યું કે બન્ને પરિવાર એક-બીજાને જાણે છે. લગ્નનો નિર્ણય એક મહિના પહેલાં લેવાયો છે. જાન્યુઆરી-202પથી સિંધુના વ્યસ્ત શિડયૂલને ધ્યાને રાખીને ડિસેમ્બરની 22 તારીખે લગ્નનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીવી સિંધુના ભાવિ પતિ વૈંકટ દત્તા સાઇની કંપની પોસાઇડેકસ ટેકનોલોજીનો લોગો ગયા મહિને પીવી સિંધુએ લોન્ચ કર્યો હતો ત્યારે કોઇને ખબર ન હતી કે વૈંકટ દત્તા સાથે પીવી સિંધુ લગ્ન કરવાની છે. સિંધુએ તાજેતરમાં જ સૈયદ મોદી ટૂર્નામેન્ટ જીતીને ખિતાબનો દુકાળ સમાપ્ત કર્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd