લખનઉ તા. 29 : સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં
પીવી સિંધુ અને લક્ષ્ય સેન સેમિ ફાઇનલમાં પહોંચ્યા છે. આજે રમાયેલી મહિલા સિંગલ્સની
કવાર્ટર ફાઇનલમાં પીવી સિંધુએ ચીનની ખેલાડી દાઇ વાંગને 48 મિનિટમાં 21-1પ અને
21-17થી હાર આપી હતી. જયારે મેન્સ કવાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેનનો હમવતન ખેલાડી મેરાબા
લુવાંગ મસ્નામ વિરુદ્ધ 21-8 અને 21-19થી વિજય થયો હતો. બીજો ક્રમાંકિત પ્રિયાંશુ રાજાવત
પણ હોંગકોંગના એનગુયેન હાઈ ડાંગને 21-13, 21-8થી હરાવીને સેમિફાઈનલમાં પહોંચ્યો હતો.