• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ધોની આઇપીએલ-202પમાં રમશે કે નહીં તે નિશ્ચિત નહીં

21: ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે)ના સીઇઓ કાશી વિશ્વનાથે સ્પષ્ટ કર્યું છે કે મહેન્દ્રસિંહ ધોની આઇપીએલ-202પ સીઝનમાં રમશે કે નહીં તે હજુ નિશ્ચિત નથી કારણ કે આ બારામાં ધોનીએ રમવા માટે પુષ્ટિ કરી નથી. જો કે તેમને આશા છે કે ધોની ફરી એકવાર ખેલાડી તરીકે સીએસકે ટીમનો હિસ્સો બનશે. કાશી વિશ્વનાથે જણાવ્યું કે અમારી પાસે આ સંબંધે હાલ કોઇ સ્પષ્ટ જાણકારી નથી. આશા છે કે ધોની 31 ઓકટોબર પહેલા તેની પુષ્ટિ કરશે. 31 ઓક્ટોબર તમામ ફ્રેંચાઇઝી માટે તેમના રિટેન કરેલા ખેલાડીઓના નામ જાહેર કરવાની આખરી તિથિ છે. આઇપીએલના નવા નિયમ અનુસાર જે ખેલાડીએ પાંચ વર્ષ અગાઉ નિવૃત્તિ લીધી હોય તે અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કરી શકાશે અને આ માટે ફક્ત 4 કરોડ રૂપિયાનો જ ખર્ચ કરવો પડશે. આથી સીએસકે ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કરી શકે છે. ધોનીએ 2020માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સંન્યાસ જાહેર કર્યો હતો. એ પછીથી તે ફક્ત આઇપીએલ રમે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang