• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

આફ્રિકા વિરુદ્ધ આયરલેન્ડની પહેલી ટી-20 જીત

અબુધાબી, તા.30 : આયરલેન્ડ ટીમે ટી-20 ક્રિકેટમાં દ. આફ્રિકાને પહેલીવાર હાર આપી છે. શ્રેણીના બીજા ટી-20 મેચમાં આયરલેન્ડનો આફ્રિકા સામે 10 રને વિજય થયો હતો. પહેલા બેટિંગ કરતા આયરલેન્ડે રોસ અડાયરની સદીથી 6 વિકેટે 19પ રન કર્યાં હતા. બાદમાં આફ્રિકા ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 18પ રને અટકી ગઇ હતી. રોસ અડાયરે પ8 દડામાં 100 રન કર્યાં હતા. જેમાં પ ચોક્કા અને 9 છક્કા હતા. આ સિવાય કપ્તાન પોલ સ્ટર્લિંગે બાવન રનની ઝડપી ઇનિંગ રમી હતી. બાદમાં રોસના ભાઇ માર્ક અડાયરે 4 વિકેટ ઝડપી હતી. તેણે 19મી ઓવરમાં ફક્ત પ રન આપી 3 વિકેટ લીધી હતી અને આફ્રિકાને જીતથી વંચિત રાખ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang