• મંગળવાર, 23 જુલાઈ, 2024

મેદવેદેવ-અલ્કરાઝ સેમિ.માં ટકરાશે

લંડન, તા.10 : રશિયાના ટેનિસ ખેલાડી ડેનિલ મેદવેદેવ અને સ્પેનના કાર્લોસ અલ્કારાઝે ક્વાર્ટર ફાઇનલમાં જીત સાથે પુરુષ સિંગલ્સની સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. બન્ને શુક્રવારે સતત બીજી વખત વિમ્બલ્ડનમાં એકબીજા સામે ટકરાશે, જ્યારે કવાર્ટર ફાઈનલ મેચમાં ઈજાગ્રસ્ત થયેલો મિનોર હટી જતાં જોકોવિચ સેમિફાઈનલમાં પહોંચી ગયો હતો, બીજીતરફ મુસેટીએ ફ્રિત્ઝને 3-6, 7(7)-6(5), 6-2, 3-6, 6-1થી હાર આપી હતી અને હવે તે બીજી સેમિફાઈનલમાં જોકોવિચ સામે રમશે, તો મહિલા સિંગલ્સમાં ક્રેઝકીકોવા સામે રિબાકિના અને ડોના સામે પાઓલિની વચ્ચે સેમિફાઈનલ યોજાશે. બીજી બાજુ મહિલા એકલમાં સ્વિતોલિનાને 6-, 6-2થી હાર આપી રિબાકિના સેમિફાઈનલમાં પહોંચી હતી અને ક્રેઝીકોવાએ ઓસ્ટાપેન્કોને 6-4, 7(7)-6(4)થી હાર આપી આગેકૂચ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang