• મંગળવાર, 23 જુલાઈ, 2024

અલ્કરાઝ અને ડોના સેમિફાઈનલમાં

લંડન તા.9 : વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટની પુરુષ એકલ કવાર્ટર ફાઈનલ મેચમાં કાર્લોસ અલ્કરાઝે ટોમી પોલને 5-7, 6-4, 6-2,6-2થી પરાસ્ત કરી સેમિફાઈનલ ભણી આગેકૂચ કરી હતી, તો પાંચમા ક્રમાંકિત ડેનિલ મેદવેદેવે જેનિક સિનરને પાંચ સેટની લડાઈમાં 6-7 (9), 6-4, 7-6 (7), 2-6, 6-3થી હરાવ્યો હતો, બીજી તરફ મહિલા એકલની કવાર્ટર ફાઈનલમાં ક્રોએશિયાની 28 વર્ષીય ખેલાડી ડોના વેકિચ લુલુ સનને 5-7, 6-4 અને 6-1થી હરાવીને પહેલીવાર સેમિફાઈનલમાં પહોંચી હતી. અમેરિકાના 13મા ક્રમાંકના ટેનિસ ખેલાડી ટેલર ફ્રિટ્ઝે બે સેટમાં પાછળ રહ્યા બાદ શાનદાર વાપસી કરતાં બે વારના ગ્રાન્ડ સ્લેમના ઉપવિજેતા અલેકઝેંડર જવેરેવને 4-6, 6-7, 6-4, 7-6, 6-3થી હરાવીને વિમ્બલ્ડન પુરુષના એકલમાં કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો જયાં તેનો મુકાબલો રપમા ક્રમના ઈટાલીના લોરેંજો મુસેત્તી સામે થશે. એલેકસ ડિ મિનૌરે પણ કર્વાટરમાં પ્રવેશ કર્યો છે, જ્યાં તેનો મુકાબલો જોકોવિચ સામે થશે. જોકોવિચે હોલ્ગર રુને 6-3, 6-4, 6-રથી હરાવ્યો હતો. આ મેચ દરમિયાન દર્શકોએ જોકોવિચ સામે હુરિયો બોલાવ્યો હતો. મેચ પૂર્ણ થયા બાદ જોકોવિચે પોતાના ભાષણમાં દર્શકો પર રોષ ઠાલવ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang