• મંગળવાર, 23 જુલાઈ, 2024

ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાને શરૂ કરી તૈયારી

ઈસ્લામાબાદ, તા. 8 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી શરૂ કરી દીધી છે. પીસીબીએ ટ્રોફી પહેલા કરાચી, લાહોર અને રાવલપિંડીમાં પોતાના સ્ટેડિયમના સમારકામ માટે લગભગ 17 અબજ રૂપિયાની ફાળવણી કરી છે. પીસીબીના સંચાલન બોર્ડે શનિવારે લાહોરમાં થયેલી એક બેઠકમાં આ રકમ મંજૂર કરી છે. જેમાં મહિલા ક્રિકેટ ઉપર ખર્ચ માટે 24 કરોડ રૂપિયા પણ મંજૂર કરવામાં આવ્યા છે. પીસીબીના ચેરોન મોહસિન નકવીએ બોર્ડના સભ્યોને કહ્યું હતું કે, ચેમ્પિયન્સ ટ્રોફી પુરી રીતે પાકિસ્તાનમાં યોજનાશે અને વર્ષના અંતમાં કોલંબોમાં થનારી આઈસીસીની વાર્ષિક બેઠકમાં આ મામલે આગળની ચર્ચા કરવામાં આવશે. લાહોરમાં યોજાયેલી બેઠક મુખ્ય રીતે 2024-25 માટે પીસીબીના બજેટને મંજૂરી આપવા બોલાવવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનને વર્તમાન સત્રમાં બંગલાદેશ, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની મેજબાની કરવાની છે. આ ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ત્રિકોણીય શ્રેણી અને ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા તેમજ  ઝિમ્બાબ્વેનો પ્રવાસ પણ કરવાનો છે. નકવીએ બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્યોને કહ્યું હતું કે સ્ટેડિયમોને અપગ્રેડ કરવા માટેનું કામ શરૂ થઈ ચૂક્યું છે કારણ કે બોર્ડ દર્શકોની સુવિધાઓમાં સુધારો ઈચ્છે છે અને વેન્યુને એ શ્રેણીના સ્ટેડિયમમાં બદલવા માગે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang