• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

સ્કોટલેન્ડ સામેની 1-0ની જીતથી હંગેરીની આશા જીવંત

બર્લિન, તા. 24 : યુરો કપ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં સ્કોટલેન્ડ વિરુદ્ધ હંગેરીએ મેચના અંતની રેફરીની વ્હીસલની ઠીક પહેલા 100મી મિનિટે ગોલ કરીને રાઉન્ડ-16ની આશા જીવંત રાખી હતી. હંગેરીનો 1-0 ગોલથી વિજય થયો હતો. મેચ ખતમ થવાનો હતો ત્યારે આખરી કિક પર કેવિન સીસોબોથએ ગોલ કરીને હંગેરીને મહત્ત્વના 3 પોઇન્ટ અપાવ્યા હતા. આ જીતથી હંગેરી ગ્રુપ એમાં ત્રણ પોઇન્ટ સાથે ત્રીજાં સ્થાને છે જ્યારે સ્કોટલેન્ડ નોકઆઉટ રાઉન્ડની બહાર થયું છે. સ્કોટલેન્ડ ટીમ યૂરો કપના ઇતિહાસમાં હજુ સધી બીજા રાઉન્ડમાં પહોંચી શકી નથી. ગ્રુપ એના અન્ય એક મેચમાં હોસ્ટ ટીમ જર્મનીનો આખરી ગ્રુપ મેચ સ્વિત્ઝરલેન્ડ સામે 1-1થી ડ્રો રહ્યો હતો. આથી જર્મન ટીમે ગ્રુપમાં 7 પોઇન્ટ સાથે ટોચ પર રહીને રાઉન્ડ-16માં જગ્યા બનાવી છે. સ્ટ્રાઇકર નિકોલસ ફયૂલક્રગે સ્ટોપેજ ટાઇમમાં હેડરથી જર્મની માટે બરાબરીનો ગોલ કરીને સ્વિસ ટીમને જીત છીનવી લીધી હતી. સ્વિત્ઝરલેન્ડ તરફથી મેચની 28મી મિનિટે ડેન એનડોયે ગોલ કરીને સરસાઈ અપાવી હતી, જે અંતિમ ક્ષણે તૂટી હતી અને મેચ 1-1થી ડ્રો રહ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang