• મંગળવાર, 23 જુલાઈ, 2024

કોપા અમેરિકા : અમેરિકાનો બોલીવિયા સામે 2-0થી વિજય

મિયામી, તા.24 : યજમાન ટીમ અમેરિકાએ બોલીવિયા સામેની 2-0ની જીત સાથે તેના કોપા અમેરિકા ફૂટબોલ ટૂર્નામેન્ટનાં અભિયાનનો શાનદાર પ્રારંભ કર્યો છે. અમેરિકા તરફથી ક્રિશ્ચિયન પુલિસિકેએ મેચની ત્રીજી મિનિટે અને ફોલારિન બાલોગુને 44મી મિનિટે ગોલ કર્યા હતા. બીજી તરફ બોલીવિયાએ 201પ બાદથી પોતાનો સતત 13મી મેચ કોપા અમેરિકામાં ગુમાવ્યો છે.  અન્ય એક મેચમાં ઉરૂગ્વે ટીમ પર તેના અભિયાનની જીત સાથે શરૂઆત કરી છે. 16મી વખત કોપા અમેરિકા ખિતાબ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલી ઉરૂગ્વે ટીમનો ગ્રુપ સીના મેચમાં પનામા વિરુદ્ધ 3-1 ગોલથી વિજય થયો હતો. આ મેચમાં ઉરૂગ્વે તેના સ્ટાર સ્ટ્રાઇકર લૂઇસ સુઆરેજ વિના મેદાનમાં ઉતરી હતી. મેકિસમિલિયાનોએ 16મી મિનિટે ગોલ કરી ઉરૂગ્વેનું ખાતું ખોલાવ્યું હતું જ્યારે ડાર્વિન નંનેજે 8પમી મિનિટે અને મેટિયાસ વિનાએ 92મી મિનિટે ગોલ કરી ઉરૂગ્વેને 3-1થી જીત અપાવી હતી. પનામા તરફથી એકમાત્ર ગોલ સ્ટોપેજ ટાઇમમાં 94મી મિનિટે અમીર મુરિલોએ કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang