• શુક્રવાર, 03 મે, 2024

હૈદરાબાદની રન રફતાર પર અંકુશ મૂકવાનો દિલ્હી સામે પડકાર

નવી દિલ્હી, તા. 19 : ગયા વર્ષે અરૂણ જેટલી સ્ટેડિયમ પર કાંખઘોડીના સહારે રિષભ પંત અહીં નજરે પડયો હતો. હવે શનિવારે સનરાઇર્ઝ હૈદરાબાદ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનના રૂપમાં મેદાનમાં ઉતરશે ત્યારે તેના માટે ભાવુક ક્ષણો હશે. પંતની ટીમ હોમ ગ્રાઉન્ડ પર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. કારણ કે તેની સામે હૈદરાબાદનો પડકાર છે. જેની બેટિંગ લાઇન અપ ભલભલા બોલરોની ધોલાઇ કરીને રનના ખડકલા કરી રહી છે. દિલ્હીનો દેખાવ અત્યાર સુધી મિશ્રિત રહ્યો છે. તે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટસને હરાવીને નોકઆઉટની રેસમાં બની રહી છે. દિલ્હીના ખાતામાં 7 મેચમાં 3 જીત અને 4 હાર છે. બીજીતરફ પોઇન્ટ ટેબલ પરની ચોથા નંબરની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ બે વખત આઇપીએલ ઇતિહાસનો સર્વોચ્ચ સ્કોર બનાવી ચૂકી છે. મુંબઇ સામે 3 વિકેટે 277 અને બેંગ્લુરુ વિરુદ્ધ 3 વિકેટે 187 રન ખડકયા હતા. હવે ટીમની નજર 300 રનના આંકડાને સ્પર્શ કરવા પર છે.  આથી પંતની ટીમના બોલરોની કસોટી થશે. ખાસ કરીને દિલ્હીની ઝડપી બોલર ત્રિપુટી ઇશાંત શર્મા, ખલિલ અહમદ અને મુકેશ કુમાર માટે હૈદરાબાદની રન ગતિ પર અંકુશ મુકવો મોટો પડકાર બની રહેશે. દિલ્હી પાસે ટ્રમ્પકાર્ડ તરીકે ચાઇનામેન બોલર કુલદિપ યાદવ છે. સ્પિન મોરચે તેને અક્ષર પટેલ સાથ આપી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang