ભુજ, તા. 20 : કચ્છની ધરા હવે માત્ર રણ કે
વેપાર-ઉદ્યોગ માટે નહીં, પણ શિક્ષણ
ક્ષેત્રે એક અનોખી ક્રાંતિનું કેન્દ્ર બનવા જઈ રહી છે. ભુજ-નલિયા રોડ પર આવેલા 33 વર્ષ જૂના સંત શ્રી ઓધવરામ
વૈદિક ગુરુકુળ ભવાનીપર ખાતે શિક્ષણ, આધુનિક ટેકનોલોજી અને પ્રશ્નહીન ભારતીય પરંપરાનો એવો સંગમ રચાઈ રહ્યો છે,
જે સમગ્ર કચ્છના શિક્ષણનું ચિત્ર બદલી નાખશે. આઈ.આઈ.ટી., આર્કિટેક્ટ્સ અને સ્થાનિક ઉદ્યોગપતિઓના સહયોગથી આ ગુરુકુળને એક નવું જ કલેવર
મળી રહ્યું છે. બ્રિટનમાં ડંકો વગાડનાર વારે ગુરુજીનું `મોડેલ'
હવે કચ્છમાં જોવા મળશે. મહારાષ્ટ્રના એક નાનકડાં ગામડાંની પંચાયત શાળામાં
માત્ર આઠ બાળકોથી શરૂઆત કરી, દુનિયાની બે લાખ શાળાઓની સ્પર્ધામાં
પોતાની સરકારી શાળાને વિશ્વમાં પ્રથમ ક્રમાંકે પહોંચાડનાર દત્તાત્રેય વારે ગુરુજીનું
નામ આજે શિક્ષણ જગતમાં ચમત્કાર સમાન ગણાય છે. વારે ગુરુજીએ જે પરિસ્થિતિ પલટી,
તેનાથી આસપાસની 22 જેટલી ખાનગી અને અંગ્રેજી માધ્યમની શાળાઓ બંધ થઈ ગઈ હતી અને
500 બાળકોનું વેઈટિંગ લિસ્ટ ઊભું
થયું હતું. શિક્ષણ જગતના આ મહારથીઓ સાથે વાર્તાલાપ કરવા સમગ્ર કચ્છના શિક્ષકોને શનિવારે
બપોરે ત્રણ વાગ્યે ગુરુકુળમાં નિમંત્રિત કરાયા છે. એમની જોડે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ
ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા તેમજ ટ્રસ્ટી સંજયભાઈ એન્કરવાલા વાર્તાલાપ કાર્યક્રમમાં
અગ્રેસર રહશે. કચ્છભરના શિક્ષકો અને નાગરિકોને આ માટે વિશેષ નિમંત્રણ પાઠવવામાં આવ્યું
છે તથા આધુનિક સુવિધાઓથી સજ્જ ક્લાસરૂમ, સમૃદ્ધ લાઇબ્રેરી, ફૂડ ફોરેસ્ટ, ડિજિટલ ક્લાસરૂમ, વિજ્ઞાન લેબોરેટરી અને સેન્ટર ઓફ એક્સેલન્સનો
પ્રારંભ પ્રસંગ 23 ઓગસ્ટના યોજાશે.
ચિંતનનો અવસર
વકતા તરીકે શ્રીમતી ડિકોસ્ટા અને આર. સ્વામિનાથને વિદેશની મોટી
ઓફરો જતી કરીને બાળકોને સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ આપતા દંપતીએ પોતાનાં
બાળકોને માટે સંસ્કૃત શિક્ષણનો અભ્યાસ શરૂ કર્યો,
ત્યારબાદ એ શાળામાં પરિવર્તિત કર્યું અને અત્યારે એમની શાળામાં બાળકો
સંસ્કૃતિ અને સંસ્કૃતિનો અભ્યાસ મેળવી રહ્યા છે. બહુ મોટી સંસ્કૃતની સેવા આ પરિવાર
કરી રહ્યો છે. ડો. મેહુલ આચાર્ય વૈદિક ગુરુકુળોને પ્રોત્સાહિત કરનાર 123થી વધારે વૈદિક ગુરુકુળોને
પ્રોત્સાહન આપી કાર્યરત કર્યા છે. 1.5 લાખથી વધુ બાળકોને સુવર્ણપ્રાશ રસી આપી ભવિષ્યમાં એ બાળકો રોગરહિત
બને અને મજબૂત બને એ માટે વૈદિક ગુરુકુળ સાથે આયુર્વેદને પ્રચલિત કરી રહ્યા છે. અન્ય
શિક્ષણ મહારથીમાં શ્રીમતી મેઘા થેટે જેમણે વેદોનો- ઉપનિષદનો આપણા પ્રાચીન ગ્રંથોનો
અભ્યાસ કર્યા પછી એવું એમના ધ્યાનમાં આવ્યું કે,
અત્યારનું જે શિક્ષણ છે એનો મૂળ પાયો તો આ બધા વેદોમાં અને ઉપનિષદોમાંથી
જ આવેલો છે. એટલે એમણે ધોરણ અનુસાર શીખવવામાં આવતા પુસ્તકોમાં સંશોધન કરી અને એનું
ઊંડાણ વેદમાં-ઉપનિષદમાં ક્યાં છે એની સચિત્ર લેબ બનાવી છે, એના
દ્વારા એ આપણી પ્રાચીન સંસ્કૃતિ વારસાને લોકભોગ્ય ભાષામાં પરિવર્તિત કરી વિદ્યાર્થીઓને
આપણી સંસ્કૃતિનું ગૌરવ અપાવી રહ્યા છે. આ તમામ મહારથીઓ ભવાનીપુર ગુરુકુળ ખાતે આવી રહ્યા
છે.