• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

લીગલ સર્વિસ ક્લિનિક વંચિતો સુધી ન્યાય પહોંચાડવાનું માધ્યમ બનશે

ભુજ, તા. 20 : જિલ્લા કાનૂની સત્તા મંડળ તેમજ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના એલએલએમ વિભાગના સંયુક્ત ઉપક્રમે કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સામાજિક સેવા ભાવના પ્રોત્સાહિત થાય તેમજ સામાન્ય જનતાને સરળતાથી મફત કાનૂની સહાય-માર્ગદર્શન ઉપલબ્ધ થાય તેવા આશયથી લીગલ સર્વિસ ક્લિનિકનો પ્રારંભ કરાયો હતો. આ નવનિર્મિત ક્લિનિકનું ઉદ્ઘાટન કાનૂની સેવા સત્તા મંડળના એ.એમ. પટડિયા, મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા, કુલપતિ ડો. મોહન સાહેબ, કુલસચિવ અનિલ ગોર, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દિલીપ કાથડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. કાયદા વિભાગના વડા પૃથ્વીરાજસિંહ જાડેજાએ લીગલ સર્વિસ એક્ટ, 1987ની માહિતી આપી હતી. એ.એમ. પટડિયાએ આ કાનૂની સેવા ક્લિનિક માત્ર એક કાર્યાલય ન બની રહેતા સમાજના વંચિત અને જરૂરિયાતમંદ નાગરિકો સુધી ન્યાય પહોંચાડવાનું સશક્ત માધ્યમ બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ અને રજિસ્ટ્રાર અનિલ ગોરે વિદ્યાર્થીઓને કાનૂની જાગૃતિ અને સાક્ષરતા અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રેરણા પુરી પાડી હતી. સમાપના કરતાં પ્રોફેસર દિલીપ કાથળએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Panchang

dd