• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

ભચાઉમાં લોહાણા સમાજના 224 તેજસ્વી છાત્રોને સન્માનાયા

ભચાઉ, તા. 20 : ભચાઉ લોહાણા મહાજન ના સાનિધ્યમાં રોહાણા યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ તથા જ્ઞાતિ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમાજના કે.જી થી ધોરણ 12 સુધીના 224 કેજેસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ થયા બાદ સમાજની બાળકીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું. તો દીકરીઓ દ્વારા તલવાર રાસની વીર રસભરી કૃતિ રજૂ કરીને સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા. ભચાઉ લોહાણા યુવક મંડળના પ્રમુખ પરેશભાઈ ઠક્કરે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં સંત ત્રિકાલદાસ બાપુ એ લોહાણા સમાજની ઉદારતા અને કાર્યદક્ષતા પરિશ્રમની પ્રશંસા કરી હતી સાથે સાથ ઉચ્ચ શિક્ષણ અને માનવીય મૂલ્યોના વિકાસ પર ભાર મૂક્યો હતો. લોહાણા મહાજન ના પ્રમુખ નરેન્દ્રભાઈ કોટકે સમાજને સંગઠિત તેમજ સ્વયં શિસ્તમાં રહેવા માટે કહ્યું હતું અને સમાજના કાર્યક્રમોમાં દાન આપનાર દાતાઓનો આભાર માન્યો હતો. ભચાઉ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ ભરતભાઈ ઠક્કર દ્વારા સાથે મળીને કામ કરવા અને સદાય એકબીજાની મદદ કરીને સમાજને દરેક ક્ષેત્ર આગળ લઈ જવા માટે કહ્યું હતું. મનીષભાઈ મજેઠીયા અને દિનેશભાઈ ઠક્કરે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે વિશેષ ડિગ્રી પ્રાપ્ત કરનાર ડો રિદ્ધિ ઠક્કર, ડો કૃપા ઠક્કર, પ્રેક્ષા ઠક્કર, હાર્દિ ઠક્કર,હાર્વી ઠક્કર, રિદ્ધિ ઠક્કર, પ્રગતિ ઠક્કર, સૌમ્ય ઠક્કરનું વિશેષ સન્માન કરાયું હતું. સામાજિક તથા રાજકીય સંસ્થાઓ સાથે જોડાયેલા હર્ષદભાઈ કાથરાણી, સુશીલાબેન અનમ, દેવેન્દ્રભાઈ કોટક, મિલનભાઈ સોમેશ્વર, રીટાબેન કોટક, જયેન્દ્રભાઈ ચંદારાણા, શંકરલાલ રામાણી, જીગર કાથરાણી, ત્રિવેણીબેન રાજદેવ નું બહુમાન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાપરના પ્રમુખ રાજેશભાઈ ચંદે, આદિપુરના પ્રમુખ મનીષભાઈ મજીઠીયા, મુન્દ્રાના પ્રમુખ કિશોરભાઈ ચોથાણી, સામખયાળીના પ્રમુખ નવીનભાઈ કારીયા, ગાંધીધામના પ્રમુખ અશ્વિનભાઈ જોબનપુત્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભચાઉ લોહાણા મહાજન ના મંત્રી બીપીનભાઈ સોમેશ્વર, ઉપપ્રમુખ ઈશ્વરલાલ પુજારા, ચંદ્રેશભાઇ ચંદે, રાજેન્દ્રભાઈ કાથરાણી, સહમંત્રી નીરજભાઈ રાજદે, હરેશભાઈ પોપટ, અશોકભાઈ ચંદારાણા, શંકરભાઈ રામાણી, હિતેશભાઈ, ભરતભાઈ પુજારા હરેશભાઈ જોબનપુત્રા એ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.

Panchang

dd