• સોમવાર, 22 જુલાઈ, 2024

મસ્કતમાં મૂળ કચ્છની યુવતીનું હાર્ટ એટેકથી મોત

કેરા, તા. 28 : કચ્છના  બળદિયા ગામની અને લગ્ન બાદ મસ્કત સ્થાઇ?થયેલી લેવા પટેલ સમાજની 27 વર્ષીય આશાસ્પદ દીકરી ક્રિષ્ના વિશાલ વાઘડિયાનું ગુરુવારે તીવ્ર હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. આ સમાચાર મળતાં પરિવાર ઉપરાંત પટેલ ચોવીસીમાં શોક ફેલાયો હતો. સામાજિક આગેવાન અને દાતા એવા મૃતક ક્રિષ્નાના સસરા ભૂપેન્દ્ર વાઘડિયાએ કચ્છમિત્રને આપેલી વિગતો મુજબ કચ્છમાં અભ્યાસ કરી ઇન્ડિગો એર કંપનીમાં એર હોસ્ટેસ તરીકે જોડાઇ હતી. ગુરુવારે સવારે પોતાનાં ઘરે હતી, ત્યારે જ તેને હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો હતો. તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ લખાય છે ત્યારે ભારત લઇ આવવાની તજવીજ હાથ ધરાઇ રહી હોવાનું શ્રી વાઘડિયાએ જણાવ્યું હતું. ક્રિષ્નાના માતા-પિતા બળદિયા ખાતે રહે છે, જ્યારે ભૂપેન્દ્રભાઇ વર્ષોથી અલતુર્કી કંપનીમાં જનરલ ફોરમેન તરીકે કાર્યરત છે. આશાસ્પદ દીકરીના મૃત્યુના હેવાલથી બંને પરિવાર પર દુ:ખ તૂટી પડયું છે તથા કેરા-બળદિયા સહિત પટેલ ચોવીસીમાં શોકની લાગણી ફેલાઇ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang