• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

માંડવીને રેલવેની સુવિધા ઝડપથી આપવા રજૂઆત

માંડવી, તા. 28 : માંડવી ચેમ્બર ઓફ?કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રેરિત માંડવી કોમ્પ્રેહેન્સિવ કાઉન્સિલ-માંડવી સર્વાંગિણ વિકાસ કાઉન્સિલના પ્રતિનિધિ મંડળે આજે કચ્છના સાંસદ વિનોદભાઇ?ચાવડાની ભુજમાં મુલાકાત લઇ માંડવીને રેલવેની સુવિધા ઝડપથી આપવા રજૂઆત કરી હતી અને તેમણે દિલ્હીમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી. કાઉન્સિલના આ પ્રતિનિધિ મંડળમાં વાડીલાલભાઇ દોશી (પ્રમુખ-ચેમ્બર ઓફ કોમર્સ), દીપકભાઇ?પંડયા (પ્રમુખ-કચ્છ માઇન-મિનરલ્સ એન્ડ ઇન્ડ. એસો.), લિનેશભાઇ?શાહ (પ્રમુખ-માંડવી મર્ચન્ટ એસો.)?અને સામાજિક અગ્રણી દિનેશભાઇ?શાહ તથા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી ચંદ્રસેનભાઇ કોટક જોડાયા હતા. કાઉન્સિલના આ પ્રતિનિધિ મંડળે સાંસદ વિનોદભાઇને કચ્છી પાઘડી પહેરાવી, શાલ ઓઢાળી સન્માન કર્યું હતું તેમજ માંડવીને ઝડપથી રેલવે અપાવવા લેખિત રજૂઆત કરી હતી. કાઉન્સિલના સભ્ય અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી દોશીએ જણાવ્યું હતું કે, માંડવીને રેલવે મળે તે માટેની જૂની રજૂઆત છે. માંડવીને રેલવેની ખૂબ જ જરૂરિયાત છે. આથી દિલ્હીમાં રજૂઆત કરવા જણાવ્યું હતું. કાઉન્સિલના બીજા સભ્ય અને કચ્છ માઇન-મિનરલ્સ એન્ડ ઇન્ડ. એસો.ના પ્રમુખ દીપકભાઇએ હાલમાં વરસે 17 લાખ?ટન બેન્ટોનાઇટની નિકાસ રોડ-રેલવે અને દરિયાઇ માર્ગે થાય છે તેથી ઘણું મોંઘું પડે છે. જો માંડવીને રેલવે મળે તો ઘણું સસ્તું પડે. આમ, માંડવીને રેલવેની તાતી જરૂરિયાત જણાવી હતી. સાંસદ વિનોદભાઇએ પ્રતિનિધિ મંડળની રજૂઆત સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી અને હકારાત્મક અભિગમ દાખવી જણાવ્યું હતું કે, માંડવીને રેલવે મળે તે માટે પોતે રજૂઆત કરશે તેમજ સર્વેની કામગીરી ઝડપથી કરાવવા પ્રતિનિધિ મંડળને હૈયાધારણ આપી હતી. તેમણે પ્રતિનિધિ?મંડળને માહિતી આપતાં જણાવ્યું કે, માંડવીને નજીકના સમયમાં એરપોર્ટ મળશે. માંડવીના બીચના વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ?મોદીએ ખૂબ જ પ્રયત્નો કર્યા છે, તેથી જ અત્યારે પ્રવાસીઓની અવર-જવરથી બીચ ધમધમે છે. શ્યામજી કૃષ્ણ વર્માનું અદ્યતન સ્મારક પણ શ્રી મોદીએ બનાવ્યું છે. થોડા દિવસ પૂર્વે આ જ અગ્રણીઓએ માંડવીને રેલવે મળે તે અંગે બેઠક કરી હતી અને બાદમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેને પણ રજૂઆત કરતાં તેમણે પણ?હકારાત્મક અભિગમ દાખવાશે તેવું જણાવ્યું હતું.

Janmadin Vishesh Purti

Panchang