ભુજ, તા. 21 : તાલુકાના ખાવડા બાજુ આવેલા આર.ઈ.
પાર્કમાં સ્ટર્લિંગ વિલ્સન કંપનીમાંથી 1.05 લાખના મુદ્દામાલની ચોરીની ફરિયાદ
નોંધાઈ છે. ખાવડા પોલીસ મથકમાં ગઈકાલે ફરિયાદી સિક્યુરિટી કંપનીના દીપચંદ
રામનિવાસના જણાવ્યા પ્રમાણે સ્ટર્લિંગ વિલ્સન કંપનીના ટ્રાન્સફોર્મરના 50 હજારના
10 બસબાર, 60 કિલોની 25 એમએમ
કોપરની પટ્ટીઓ તથા એલ્યુમિનિયમની પ્લેટો મળી કુલ રૂપિયા 1.05 લાખની
ચોરી બોલેરો પિક-અપ ગાડી નંબર જીજે-02-બીટી-0679વાળીના
ચાલક તથા તેની સાથે બેઠેલા ઇસમો દ્વારા કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ
શરૂ કરી છે.