• સોમવાર, 22 ડિસેમ્બર, 2025

અંજાર પેન્શનર્સ મંડળ દ્વારા દામ્પત્ય જીવનનાં પ0 વર્ષ પૂર્ણ કરનારાં દંપતીઓને સન્માનાયાં

અંજાર, તા. 21 : અહીંના તાલુકા પેન્શનર્સ મંડળની વાર્ષિક સામાન્ય સભામાં 50 વર્ષનું દાંપત્ય જીવન પૂર્ણ કરનારા દંપતીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. આ વેળાએ મંડળના નવા પ્રમુખ સહિતનાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પ્રારંભમાં ઉપસ્થિત મહેમાનો તથા મંડળના સભ્યો સહિતનાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપકગિરિ ગોસ્વામીએ પ્રાર્થના રજૂ કર્યા બાદ ઉપસ્થિત મહેમાનોને આવકારતાં કહ્યંઆ વર્ષે મંડળમાં કુલ 83 નવા સભ્ય ઉમેરાયા છે. વધુમાં તેમણે મંડળ દ્વારા કરાયેલાં વિવિધ કાર્ય ઉપર પ્રકાશ પાડયો હતો. અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યાં હતાં. ભોજન સમારંભના સહયોગી અને મુખ્ય અતિથિ બાબુભાઈ હુંબલે જણાવ્યું હતૃં કે, કોઈ પણ મંડળ પોતાના સંગઠનના પ્રશ્નો ઉકેલવાની સાથે વડીલવંદના  સફળ દાંપત્ય જીવનનારાનું સન્માન કરવામાં આવે તે શ્રેષ્ઠ કાર્ય છે. આવનારા દિવસોમાં પણ તમામ પ્રકારની સહકારની તેમણે ખાત્રી આપી હતી. આ વેળાએ રાજ્યમંત્રીના પુત્ર મુકેશભાઈ છાંગા હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોનુ મંડળના પદાધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દાતાઓનો સહકાર સાંપડયો હતો. અંજાર પેન્શર્નર મંડળમાં વર્ષ 2026-28 માટે પ્રમુખ પદે પ્રવીણભાઈ લિબાચિયા તથા ઉપપ્રમુખ મનોજભાઈ જોષી, મંત્રી આર.આર. જોષી, સહમંત્રી અરજણભાઈ ગોહિલ, ખજાનચી સંજયભાઈ ગુંસાઈ તથા કારોબારી સભ્યની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવી કારોબારીને સન્માન સાથે વધાવવામાં આવી હતી તેમજ પૂર્વ પ્રમુખ જીવરામ ટાંકનું પણ મંડળના અગ્રણીઓ દ્વારા  સન્માન કરવામાં આવ્યું હતું. રોટરી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા માટે  એમ.એસ.પંડયા, ઈન્દુભાઈ ગોસ્વામી, ગીરજાભાઈ ગુંસાઈ, કેશુભાઈ લુહાર, ચંદ્રકાંત ગજ્જર, સહિતનાએ સહકાર આપ્યો હતો. સંચાલન શાંતિલાલભાઈ વાઘાણીએ કર્યું હતું.

Panchang

dd