આદિપુર, તા. 21 : અહીંની
રોટરી ક્લબ ઓફ સમર્થ દ્વારા કેશદાન પ્રકલ્પમાં 15 બહેને કેન્સરપીડિત મહિલાઓ માટે
વિગ બનાવવા પોતાના 14 ઇંચ જેટલા માથાંના વાળનું દાન કર્યું હતું. આ પ્રસંગે
સંસ્થાના પ્રમુખ સીમા નંદાએ કેશદાનની સેવા સાથે પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. આ
પ્રસંગે ડો. અંજુ રાણી, નીલેશ નંદા ઉપસ્થિત રહ્યા હતા અને આયોજનને બિરદાવ્યું હતું. પ્રકલ્પ
સંચાલક તરીકે ઘનશ્યામભાઈ આહીરે સેવા આપી હતી. વાળનું દાન કરનાર બહેનોના વાળના
કટિંગની સેવા એમ્બલીસ અને પ્રશાંત મોદીએ આપી હતી. આ પ્રસંગે આર એન્ડ બીના પ્રશાંત
મોદી, વિકાસ શર્મા, રવિ પ્રજાપતિ,
રવિન, જશવંત આહીર, શરીફ
ખત્રી, રાજુ ઉત્સવ, પ્રદીપ જોશી વગેરે
ઉપસ્થિત રહ્યા હતા.