ભુજ, તા. 21 : મુંદરા
તાલુકાના મોટી ખાખરના વાડી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે. આ
બાબતે મુંદરા પોલીસમાં વાલીએ નોંધાવેલી ફરિયાદ ગત તા. 20ના અડધી
રાતથી સવાર સુધીમાં તેઓના વાલીપણામાંથી
સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપી ખેડાના દીપક બાદરભાઈ સોલંકીએ લગ્નની
લાલચ આપી સગીરાને લલચાવી-ફોસલાવી અપહરણ કર્યું હતું. પોલીસે પોક્સો સહિતની કલમો
તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.