• સોમવાર, 22 ડિસેમ્બર, 2025

તૂટેલા રસ્તાને કારણે છાત્રાઓને ઈજા, તકેદારી માટે સૂચનો

માંડવી, તા. 21 : શહેરના તળાવવાળા નાકાથી અનંત દ્વાર સુધીના માર્ગમાંથી પેવરબ્લોક કાઢીને ડામર રોડ બનાવવાની કામગીરી કરાઈ રહી છે. રૂા. 70 લાખની ગ્રાન્ટ અંતર્ગત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે આ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ કામગીરી અંતર્ગત જીયુડીસી પાણીની લાઈનો તથા ગટરની લાઈનો નાખવા માટે વારંવાર રસ્તા તોડવાની પરિસ્થિતિ ન સર્જાય. આ માર્ગ પર આવેલી શાળાના છાત્રોને પસાર થવામાં પડતી મુશ્કેલી બાબતે ફરિયાદ કરાઈ હતી. બાળકીનાં અસ્થિભંગ તથા અન્ય ઈજાઓના બનેલા બનાવને પગલે આ દિશામાં નક્કર પગલાં લેવા માંગ ઊઠી હતી. શાળાના ટ્રસ્ટી ભરતભાઈ વેદ દ્વારા નગરસેવક પારસભાઈ સંઘવી સાથે સ્થળ મુલાકાત લઈ વિદ્યાર્થીઓને સલામતી પગલાં અંતર્ગત સૂચનો કરાયાં હતાં. આગામી અઠવાડિયામાં બીચ ફેસ્ટિવલ શરૂ થાય છે તે માટે આ રસ્તા કામ તે પહેલાં પૂર્ણ થઈ જશે તેવું જણાવાયું હતું. અન્ડર ગ્રાઉન્ડ કામો થવાથી રસ્તો બની ગયા બાદ તોડવો ન પડે તે દૃષ્ટિકોણથી એજન્સીઓનાં કામો થઈ રહ્યાં હોવાનું જણાવાયું હતું. રોડ રિસર્ફેસિંગ ગ્રાન્ટ અંતર્ગત રૂા. 70 લાખના ખર્ચે થનારા કામનું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું.

Panchang

dd