ગાંધીધામ, તા. 21 : ગૃહ
રક્ષક દળ અને નાગરીક સંરક્ષણ દળની સ્થાપના દિવસની ઉજવણી ના ઉપલક્ષમાં પૂર્વકચ્છમાં
વિવિધ વિસ્તારમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ડી.જી.પી પિયુષ પટેલની સૂચના
અને પૂર્વકચ્છ પોલીસ વડા સાગર બાગમાર તેમજ પૂર્વકચ્છ જિલ્લા કમાન્ડન્ટ ભુમિત
વાઢેરના માર્ગદર્શન તળે આ ઉજવણી અંતગર્ત ગાંધીધામના રમતગમત સંકુલ ખાતે
જિલ્લાકક્ષાના રમોત્સવ યોજાયો હતો.જેમાં ગાંધીધામ,ભચાઉ,રાપર,અંજાર,આદિપુર યુનીટના જવાનોએ ઉત્સાભેર ભાગ લીધો હતો.
આ ઉપરાંત ગાંધીધામ -આદિપુર યુનિટના ઓફિસર કમાન્ડીંગ ઈન્ચાર્જ ડાયાભાઈ ધુવા ની
આગેવાની તળે ગાંધીજી તથા ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે સફાઈ કર્યા બાદ
પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગ ઉપર પ્રભાતફેરી
અને બાઈક રેલી નીકળી હતી. રાપર યુનિટ ખાતે ઓફિસર કમાન્ડીંગ ઈન્ચાર્જ નરેશભાઈ બારોટ
અને જવાનો ધ્વારા મંદબુધ્ધી આશ્રમ ખાતે બાળકોને ભોજન કરાવવા સાથે રકતદાન કેમ્પ અને
વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ભચાઉ યુનીટના ઓફિસર કમાન્ડીંગ વિજયસિંહ જાડેજાના
નેતૃત્વ તળે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. તેમજ માનસિક રીતે અસ્વસ્થ બાળકોને ફુટ
વિતરણ સાથે જીવદયાક્ષેત્રે કાર્ય કરવામાં આવ્યુ હતું.અંજાર યુનિટ ધ્વારા જુદા-જુદા
વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું. જેમાં ઓફિસર કમાન્ટન્ડઢ ઈન્ચાર્જ
દિગ્વિજયસિંહ જાડેજા સાથે અન્ય જવાનો જોડાયા હતા. સપ્તાહ દરમ્યાન યોજાયેલા વિવિધ
કાર્યક્રમો થકી નાગરીકોને સામાજીક અને રાષ્ટ્રીય કર્તવ્યો અંગે જાગૃત કરવાનો
પ્રયાસ કરાયો હતો.સમગ્ર આયોજનમાં જિલ્લા કચેરીના નરેશભાઈ તળવીયા, હાર્દિકભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહયા હતા.