નવી દિલ્હી, તા. 21 : ટીમ
ઇન્ડિયાના સિતારા ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબાગાળા પછી વિજય હઝારે વન
ડે ટૂર્નામેન્ટનો હિસ્સો બનશે તે નિશ્ચિત થયું છે. મુંબઇ અને દિલ્હીની પ્રથમ બે
મેચની ટીમમાં આ બન્ને દિગ્ગજનો સમાવેશ થયો છે. રોહિત અને વિરાટે મુંબઇ ખાતે નેટ
પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. રોહિત શર્મા ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરની કપ્તાનીમાં
મુંબઇ ટીમ તરફથી રમશે જ્યારે વિરાટ કોહલી ઋષભ પંતની આગેવાનીમાં દિલ્હી ટીમ તરફથી
રમશે. વિજય હઝારે ટ્રોફીનો પ્રારંભ તા. 24 ડિસેમ્બરથી થઇ રહ્યો છે. વિરાટ
કોહલી 1પ વર્ષ બાદ અને રોહિત શર્મા 7 વર્ષ પછી વિજય હઝારે ટ્રોફીમાં
રમશે. કોહલીએ છેલ્લે ફેબ્રુઆરી 2010માં
વિજય હઝારે ટ્રોફીની મેચ સર્વિસીસ વિરુદ્ધ રમ્યો હતો જ્યારે રોહિતે આ
ટૂર્નામેન્ટમાં છેલ્લે 2018ની સીઝનમાં ભાગ લીધો હતો.
બીસીસીઆઇએ આ બન્ને ખેલાડીને વન ડે ક્રિકેટમાં રમવા માટે ડોમેસ્ટિક ક્રિકેટનો હિસ્સો
બનવા સૂચના આપી હતી. પાછલી સીઝનમાં રોહિત અને વિરાટ રણજી ટ્રોફીની એક-એક મેચ રમ્યા
હતા.