• સોમવાર, 22 ડિસેમ્બર, 2025

અંજારની શાળામાં સ્વામી વિવેકાનંદજીના જીવનઅંગે જિલ્લાકક્ષાની હરીફાઈ

અંજાર, તા. 21 : શહેરની કે.કે.એમ.એસ ગર્લ્સ હાઈસ્કુલમાં જિલ્લા કક્ષાની 14મી સ્વામી વિવેકાનંદજીવન અંગે લેખિત પ્રશ્નોતરી હરીફાઈ યોજાઈ હતી.જેમાં કચ્છની 39 શાળાઓએ ભાગ લીધો હતો. શાળાના આચાર્યએ વિપુલ ગુંસાઈએ પ્રાસંગિક ઉદબોધનમાં સ્વામી વિવેકાનંદજીને યુવાનોના પ્રેરણાત્રોત ગણાવ્યા હતા.અતિથિ વિશેષ રામકૃષ્ણમઠ આદિપુરના અધ્યક્ષ મંત્રેશાનંદજી મહારાજે એ વિદ્યાર્થીઓને સ્વામીજીનાં જીવનમાંથી પ્રેરણા લઈને હિંમતવાન અને નીડર બનાવવા જણાવ્યુ હતું.વધુમાં તેમણે સ્વામીજીના પુસ્તકોનુ વાંચન કરવાની શીખ આપી હતી. શાળાના અમરીષ ટાંક,સુપરવાઈઝર કીવતાબેન ખોડીયાર,કોર્ડીનેટર સુરેશભાઈ છાયા,નિંકુજભાઈ ઠકકર, કલ્પનાબેન મહેતા, કૌશિષ શાહ સહિતનાએ સહકાર આપ્યો હતો. વિજેતા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનો ના હસ્તે ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સહકારથી શાળાની લાયબ્રેરી માટે પુસ્કોની ભેટ અપાઈ હતી.

Panchang

dd