• સોમવાર, 22 ડિસેમ્બર, 2025

ગાંધીધામમાં સો લાભાર્થીને પ્રોટીન કિટ અપાઈ

ગાંધીધામ, તા. 21 :  ગાંધીધામમાં સેન્ટ ઝેવિયર્સ સેવા ફાઉન્ડેશન સંચાલિત સેન્ટ ઝેવિયર્સ કેર એન્ડ સપોર્ટ સેન્ટર અંતર્ગત ચાલતા કાર્યોના ભાગરૂપે સો લાભાર્થીને પ્રોટીન પાઉડર તેમજ પ્રોટીન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસના ઉપલક્ષમાં આયોજન કરવામાં આવ્યું હતું. સહયોગી સંસ્થા મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા કિટ વિતરણ કરવામાં આવી હતી. તદુપરાંત ઘઉં, ચોખા, ખાંડ, મગદાળ, તેલ અને ચા વગેરે પણ સંસ્થા સાથે સંકળાયેલા વિવિધ દાતાઓના આર્થિક સહયોગથી આપવામાં આવ્યા હતા. તથા 15 વર્ષથી જરૂરિયાત મંદ લોકોને દર મહિને રાશન કિટનું વિતરણ કરે છે. કોરોના કાળમાં પણ સંસ્થા દ્વારા આ સેવાકીય કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું. ખાસ કચ્છ તાલીમ વેલ્ફેર એસોસિયેશનનો સહયોગ મળે છે. સંસ્થાના ડાયરેક્ટર ફાધર વર્ગીસે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આયોજન વ્યવસ્થા રમેશભાઈ સોલંકી દ્વારા સંભાળવામાં આવી હતી અને હેમરાજભાઈ મહેશ્વરી તથા કવિતાબેન ચારણ સહિતનાઓનો સહયોગ મળ્યો હતો.

Panchang

dd