• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

ચોવીસીમાં ખેડૂતોના મુખ મલકાયા

કેરા, (તા. ભુજ), તા. 1 : ખેંચાયેલાં ચોમાસાં પછી વરસેલાં પાલરપાણી ચોવીસીના સામત્રાથી માધાપર, કોડકીથી કેરા સુધી બે ઇંચ વરસતાં વાવણીજોગ વરસાદ પડયો હતો.કેરાથી બાબિયા, બેરાજા, ગજોડ, બોચા, ટપ્પર, નાની-મોટી તુંબડીથી દહીંસરા, ગોડપર, નારાણપર, મેઘપર, સૂરજપર સુધી લટાર મારતાં ગોરંભાયેલાં વતાવરણ વચ્ચે બેથી અઢી ઇંચ પાણી પડયાના વાવડ મળ્યા હતા. ગજોડ ડેમ બાજુમાં ખેતરોમાં પાણી ભરાયાં હતાં, તો કંઠીપટથી ચોવીસીનાં ગામો વચ્ચેના પટ્ટામાં સારો વરસાદ પડયો હતો. ઝરમર છાંટારૂપે તો વચ્ચે ઝાપટાં પડયાં હતાં. સીમમાં ઊગેલી ધામૂરીની લીલપ વધુ ટશરે પહોંચી હતી, તો મૂંગા પશુઓને ધર્માદાના નીરણમાંથી એક અઠવાડિયામાં છુટકારો થશે તેવી વાત કૃષક અને માલધારી વર્ગ કરી રહ્યો છે. વાવણીલાયક વરસાદથી રામમોલ વાવતા ખેડૂતોના મુખ મલકાયા  હતા. 

Panchang

dd