• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

વરસાદ પડે ને ભદ્રેશ્વરની વર્ષો જૂની સમસ્યા ઊભી થાય

મુંદરા તાલુકાનાં ભદ્રેશ્વરમાં વર્ષોથી હાઈ-વેને જોડતો મુખ્ય રોડ થોડા વરસાદમાં જ પાણીથી ભરાઈ જાય છે અને ગામની 6,000થી વધુની વસ્તી મુશ્કેલીમાં મૂકાય છે.  વરસાદી પાણી સાથે ગટરનું પાણી પણ ભળતાં આખો રસ્તો ગંદકીથી ઊભરાય છે.  ગામનો મુખ્ય રસ્તો હોવાથી અહીં મોટી સંખ્યામાં સતત અવરજવર રહે છે. તસવીરમાં શનિવારે ભરાયેલાં પાણી. ગામલોકોની ફરિયાદ મુજબ આ પ્રતીક તસવીર છે.  બાકી આંતરિક રસ્તાઓમાં પણ વરસાદ દરમિયાન ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે, જેનો ઉકેલ તંત્રએ લાવવો જોઈએ. 

Panchang

dd