ગાંધીધામ, તા. 1 : અમદાવાદ ડીવીઝન દ્વારા ગત મહીનામાં માલ પરિવહન
ક્ષ્ઁાત્રે અનેક નવા કિર્તિમાન સ્થાપ્યા છે. માલ ભાડા આવકમાં મહતમ યોગદાન આપતા કચ્છ એરીયામાં ગત મહીને લોંગ હોલ ટ્રેનોનું સાર્વધીક સંચાલન કરીને ઐતિહાસિક સિધ્ધી મેળવવામાં
આવી હતી. રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ જુલાઈ મહીનામાં અમદાવાદ ડીવીઝન
દ્વારા સાર્વધીક 763 કરોડની
આવક મેળવી હતી. ડી.આર.એમ વેદ પ્રકાશે આ ઐતિહાસિક સફળતા બદલ વાણીજય
અને પરિચાલન વિભાગના કર્મચારીઓને બીરદાવ્યા હતાં. માલભાડા આવકમાં નોંધપાત્ર વૃધ્ધી હાંસલ કરવામાં આવી હતી. 5.60 ટકાની વૃધ્ધી સાથે 584 કરોડની આવક થઈ હતી.
તેમજ પ્રવાસી આવકમાં 1.61 ટકાની વૃધ્ધી સાથે 147.5 કરોડની આવક મેળવી હતી. પશ્ચિમ કચ્છના નલીયા ફ્રેટ ટર્મીનલમાં જુલાઈ મહીનામાં અત્યાર સુધીની સૌથી વધુ 3.96 કરોડની આવક થઈ હતી. જુલાઈ મહીનામાં 2,908 વેગન હેન્ડલ જી 4.50 મીલીયન ટન હેન્ડલીંગ કરાયું હતું. કોમોડીટીમાં
કોલસામાં 138 વેગન, મીઠાના 315 વેગન અને ખાતરના 603 વેગનમાં
લોડીંગ કરાયું હતું. ગાંધીધામ એરીયામાં 2,267 વેગનમાં લોડીંગ કરાયું હતું. લોંગ
હોલ સંચાલનમાં ગાંધીધામે ઐતિહાસિક સીધ્ધી હાંસલ
કરી છે. જુલાઈ મહીનામાં ગત વર્ષની સરખામણીએ 1227 ટકાની ઐતિહાસિક વૃધ્ધી મેળવી 385 લોંગ હોલ ટ્રેનોનું સંચાલન કરાયું હતં. આ ઉ
પરાંત એક જ દિવસમાં 16 લોંગહોલ
ટ્રેનોનું સંચાલન કરીને મહત્વની સિધ્ધી હાંસલ કરી હતી. આગામી સમયમાં રેલવે દ્વારા માળખાનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ આંકડા ઓર વધશે તેમાં શંકાને સ્થાન નથી.