• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા ગાંધીધામમાં બેઠક યોજાઇ

ગાંધીધામ, તા. 1 : આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે સ્થળાંતરની સ્થિતિ માટે મહા પાલિકા દ્વારા કાવાયત હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, મ્યુનિસિપલ કમિશનર બી. ડી દવેરા, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ, સેનિટેશન ચેરમેન ગેલાભાઈ ભરવાડ સહિત પાલિકા પ્રશાસનને વરસાદની પરિસ્થિતિને અનુલક્ષીને સંસ્થાઓ સાથે બેઠક કરી હતી.  ભારે વરસાદ પડે તેવા સંજોગોમાં તકેદારીના પગલાં લેવા બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. જો લોકોનું સ્થળાંતર કરવું પડે તો તે માટેના આશ્રય સ્થાનની વ્યવસ્થાઓ પણ મહાનગરપાલિકા દ્વારા કરાઈ છે.  હાલના સમયે તાલુકાના ગ્રામીણ થતા શહેરી વિસ્તારમાં લાઈટ પાણી તેમજ શોચાલય વ્યવસ્થા સાથેની 28 શાળાઓ આશ્રય સ્થાન તરીકે નક્કી કરવામાં આવી છે. ભારે વરસાદમાં આપાતકાલ જેવી પરિસ્થિતિમાં સંસ્થાઓ પણ કોર્પોરેશનની સાથે કામગીરી કરશે.  જો ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે  આયોજન ઘડી કાઢવામાં આવ્યી હતું.વરસાદની આગાહી વચ્ચે 26 કલાકમાં ગાંધીધામ સંકુલ માં સવા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જો કે તંત્ર સજ્જ બન્યું છે.  

Panchang

dd