ભુજ, તા. 1: શિક્ષણ એ વ્યક્તિમાં રહેલું સત્ય, કરુણા અને સહિષ્ણુતાને પ્રકટ
કરવાનું કાર્ય કરે છે, વ્યક્તિમાં રહેલી ગુણવતાનું પણ એ દર્શન
કરાવે છે. એ માટે જ હાસ્ય પીરસવાની સાથે કેળવણીનું ક્ષેત્ર પસંદ કર્યું આજે ભુજ ખાતે
કચ્છ યુનિવર્સિટીના કોટ હોલમાં પોતાની કેફીયત રજૂ કરતાં જાણીતા હાસ્યકાર, કેળવણીકાર અને સર્જક પદ્મશ્રી પુરસ્કૃત શાહબુદીન રાઠોડે આ મુજબ ઉદ્ઘાટો વ્યક્ત
કર્યા હતા. એ અગાઉ સવારે શહેરના રાજ્યના સૌથી જૂના કચ્છ મ્યુઝિયમમાં એમ છે દોરેલા ચાલીસથી
વધારે ચિત્રોના `વન
મેન શો' પ્રદર્શનનું
ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ કર્યું હતું. કચ્છ યુનિવર્સિટીના દૃશ્ય કલા
વિભાગની બીજી વર્ષગાંઠની ઉજવણીના અવસરે આજે આખા દિવસના વરસતા વરસાદી માહોલમાં વકીલ
પ્રેમજી રાઘવજી ઠક્કર ચેરિટેબલ ટ્રસ્ટ વ્યાખ્યાન માળા અંતર્ગત અને કચ્છ મ્યુઝિયમના
સહયોગથી સવારના કચ્છ સંગ્રહાલયના ઓફ્રેડ હાઈસ્કૂલના સભાખંડમાં શાહબુદિનભાઈના બે દિષવસ
ચાલનારા ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન તથા સાંજે યુનિવર્સિટીના કોટ હોલમાં શાહબુદિનભાઈએ
પોતાની કેફીયત કહેતું હાસ્ય અને જીવનજીવવાની માર્ગદર્શક જડીબુટ્ટીઓ પીરસતું વકતવ્ય
આપ્યું હતું. મુળ કચ્છના અબડાસા તાલુકાના સાંધવના
વતની શાહબુદીનભાઈનો પરિવાર કચ્છમાં ફેલાયેલી પ્લેગની મહામારીમાં સપડાતાં 13 જણના પરિવારમાંથી બે જ વ્યક્તિ શાહબુદ્દિનભાઈના
દાદી તથા પિતા જ બચવા પામ્યા. એ સમયે મહામારીથી બચવા મુંબઈ તરફ પ્રયાણ કર્યું હોવાનું
જણાવી એમણે પોતાનો પરિવાર થાન ખાતે કેમ સ્થાયી થયો તેની વિગત આપતાં ઉમેર્યું કે, પિતાએ મુંબઈ ખાતે સિરામીક....શિક્ષણ
લઈ થાનની માટીની ગુણવત્તાથી પ્રેરાઈ ઈ.સ.1913-14માં થાનમાં સ્થાયી થયા અને ત્યાં સિરામીકનો
ઉદ્યોગ નાના પાયે નાખ્યો જે આગળ જતાં એક જાણીતી
બ્રાન્ડમાં પરિણમ્યો. પિતા ઉદ્યોગપતિ હોવા છતાં એમણે કેળવણીનું ક્ષેત્ર કેમ પસંદ કર્યું
તેની વિગત આપતાં એમણે મેડમ મોન્ટેસરીને પોતાનો આદર્શ લેખાવતાં અને એમનામાંથી પ્રેરણા
મેળવી બાળકને સજાવવા કરતાં તેને સમજવા એ વક્તવ્યને ધ્યેય બનાવી કેળવણીનું ક્ષેત્ર પસંદ
કર્યું તેને આજીવન અપનાવ્યું. એક સામાન્ય શિક્ષકમાંથી હાઈસ્કૂલના પ્રિન્સીપાલ તરીકે
નિવૃત્તી લીધી. કેળવણીકારની સાથે ચિત્રકાર અને હાસ્યકાર કેમ બન્યા તેની વિગતો આપતાં
શાહબુદિનભાઈએ કહ્યું કે, બન્ને ક્ષેત્ર અનાયસે પોતાના જીવનમાં
આવી ગયાં છે. હાસ્ય એ પોતાને મળેલી ઈશ્વરની દેન છે. જેને પોતાની આગવી.... ગણી સાચવી
રાખી છે અને તેના લોકોને હસાવવામાં સદ્ ઉપયોગ કરવાનું શરૂ કર્યું જે યાત્રા આજે નેવુનો
દાયકો નજીક હોવા છતાં સહજ રીતે ચાલી રહ્યો છે. જીવનમાં હાસ્યના મહત્વને....આપવાની શીખ
આપતાં એમણે જણાવ્યું કે, હાસ્યને આધ્યાત્મિકતા સાથે પણ સંબંધ
છે. હાસ્ય એ ધ્યાનનું પ્રવેશદ્વાર છે. સ્વસ્થ આરોગ્ય જજાળવવા પણ હાસ્ય મહત્વનું છે
ટએ માટે માત્ર વિશુદ્ધ હાસ્ય પીરસવાનું જ પોતે પસંદ કર્યું હોવાનું જણાવ્યું હતું.
હાસ્યની સાથે જીવન જીવવાની જડીબુટ્ટી સમાન કથાનકો-વાર્તાઓ અને પ્રસંગો પસંદ કરી તેને
રજુ કરવાનો પોતાનો પ્રયાસ રહ્યો એમ પણ એમણે જણાવ્યું હતું. કેળવણીકાર, હાસ્યકારની સાથે ચિત્રકાર કેમ બન્યા તેની પણ તેમણે વાત કરતાં કહ્યું કે,
નાનપણથી જ ચિત્ર દોરવાનો અને તેને નિભાવવાનો શોખ રહ્યખો હતો. વિશ્વના
અઢારથી વધારે દેશોમાં સ્ટેજ શો કરવાની સાથે સાથે એ દેશોના જાણીતા ચિત્રકારોના ચિત્ર
પ્રદર્શન નિહાળવાનો શોખ હતો અને એમાંથી પ્રેરણા મેળવી જીવનના આઠમે દાયકે ચિત્ર દોરવાનું
શરૂ કર્યું. માત્ર પ્રકૃતિના ચિત્રો જ દોરવાનો પોતાને શોખ હોવાનું જણાવતાં કહ્યું કે,
પ્રકૃતિએ પરમાત્માનું સ્વરૂપ છે. આથી જ પ્રકૃતિના ચિત્રો દોરવાનું પસંદ
કર્યું. આમ એક શોખને વિકસાવ્યો હોવાનું જણાવી એમણે જીવનમાં તનાવમાંથી મુક્ત થવા કોઈ
પણ એક શોખને તો કેળવવો જ જોઈએ કલાના સંગે તરી જવા કોઈ એક કલાનો તો સંગ અવશ્ય કરવો જોઈએ.
કચ્છ સાથેના પોતાના સંબંધોની વાત કરવાની સાથે એમણે સુલેમાન જુમ્મા, વેલજીભાઈ ગજ્જરને યાદ કર્યા હતા. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો.મોહનભાઈ પટેલ,
કુલસચિવ ડો.અનિલભાઈ ગોર, કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર
ડો.મહેન્દ્રભાઈ સુરેલા મંચસ્થ રહ્યા હતા. સમારંભનું
સંચાલન બિપીનભાઈ સોનીએ તથા સ્વાગત તથા આભારવિધિ ડો.કાશ્મિરા મહેતાએ કરી હતી. આ અવસરે
રાજ્યના પૂર્વ નાણામંત્રી બાબુભાઈ શાહ,
પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, ગોરધન પટેલ, અખિલેશ અંતાણી, અનિલ ગજ્જર, યોગેશ
ગજ્જર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ સવારના કચ્છ મ્યુઝિયમ ખાતે શાહબુદીનભાઈના
40થી વધારે ચિત્રોનું પ્રદર્શનનું ઉદઘાટન કરતાં
જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાએ શાહબુદિનભાઈ હાસ્યકાર ઉપરાંત એક ઉતમ ચિત્રકાર તરીકે
પણ નામના મેળવે એવી શુભેચ્છા પાઠવી કલા સંસ્કૃતિ સાહિત્યક્ષેત્રની પ્રવૃતિઓ માટે જિલ્લા
તંત્રનો હકારાત્મક સહયોગ આપવાની ખાતરી આપી હતી. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો.મોહનભાઈ
પટેલે ચિત્રકાર તરીકે શાહબુદિનભાઈ પ્રથમવાર કચ્છમાં પ્રસ્તુત થાય છે તેનો આનંદ વ્યક્ત
કરી યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સ વિભાગની બે વર્ષની કામગીરીની વાત કરી તેની પ્રગતી વર્ણવી
ઈહતી. યુનિવર્સિટીના વિકાસમાં કચ્છમિત્રના યોગદાનને પણ તેમણે યાદ કર્યું હતું. અતિથિ
વિશેષ તરીકે ઉપસ્થિત કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડે કચ્છમાં કલા, સંસ્કૃતિ, હસ્તકલા સહિત ટઅનેક કળાની ખાણ રહેલ છે તેને બહાર લાવવા યોગ્ય દિશાદર્શન આપવાની
જરૂરીયાત હોવાનું જણાવી એમણે કચ્છમિત્ર તથા કચ્છ યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલા જર્નાલિઝમ
કોર્સનો ઉલ્લેખ કરી આવનારા દિવસોમાં ડિપ્લોમા ઉપરાંત ડીગ્રી કોર્સનો પણ આરંભ કરનાર
છે એવું કરી એમણે કચ્છ મ્યુઝિયમમાં રહેલી પ્રાચિન જણસનો વધુમાં વધુ લોકો લાભ ઉઠાવે
એ માટે ભાર મુક્યો હતો. સમારંભનું સંચાલન જીગર સોનીએ કર્યું હતું કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર
ડો.મહેન્દ્રસિંઘ સુરેલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ અવસરે કચ્છ યુનિવર્સિટીના કુલ
સચિવ ડો.અનિલ ગોર, ડો.કાશ્મિરા મહેતા, પુરાતન
અધિક્ષક ડો.આદિત્યસિંહ, મધુકરભાઈ ઠક્કર, બીપીન સોની, નવીન સોની સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જયપાલસિંહ
જાડેજા, ધવલ દવે, રત્નેશ પાંડે વગેરેએ આયોજન
સંભાળ્યું હતું.