ભુજ, તા. 31 : ભુજ ખાતે યોજાયેલ ક્ષમતા નિર્માણ
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શ્રમ અને રોજગાર મંત્રી કાંતીભાઇ અમૃતીયાને કચ્છના મહેસુલી, વન જળ સંચય, આરોગ્ય અને
શિક્ષણને લગતાં પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. અબડાસા-લખપત તાલુકાના રાજાશાહી વખતના જુના
ગામોને જંગલખાતાના રેકર્ડમાંથી મુક્ત મહેસુલી ગામ તરીકેનો દરજ્જો અપાવવા અતિવૃષ્ટિગ્રસ્ત
ખેડૂતોને નજીકના પડતરવાળા સવે નંબરવાળી જમીનમાંથી માટી ઉપાડવાની જટીલ પ્રણાલીમાંથી
મુક્તિ મળે અને સ્થાનિકે જ તેમને મંજુરી મળે તેવો ખેડૂતલક્ષી નિર્ણય કરાવવા કચ્છ બહાર
વસતા કચ્છના દાતા/શ્રેષ્ઠીઓ દ્વારા કચ્છમાં જળ સંચય/પર્યાવરણના લગતા સમાજોપયોગી કાર્યો
કરવાની તત્પરતા બનાવવામાં આવે છે પરંતુ સરકારની મંજૂરી અંગેની જટીલ કાર્યપ્રણાલીના
કારણે કામગીરીમાં વિલંબ થતો હોય છે. સખી દાતાઓના પ્રોત્સાહન મળે તે હેતુ `િસંગલ વિન્ડો' વહીવટી મંજુરી આપવાની સરળ વ્યવસ્થા ઊભી કરવા
સરહદી વિસ્તારના અનુસૂચિત, પછાત વર્ગના વિદ્યાર્થીઓની ભુજ સ્થિત
હોસ્ટેલમાં સંખ્યાબળ વધારવાની રજૂઆત પણ કરાઇ હતી. રી-સર્વે બાદ માપણી અને કનકશાની ભુલો
નિવારવા ખનિજ વહન કરતાં વાહનો માટે રસ્તા પહોળા કરવા જેવા વિવિધ મુદ્ઓ પર ચર્ચા કરવાની
રજૂઆત ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટના અશોકભાઈ કન્નરે કરી હતી.