• રવિવાર, 26 જુલાઈ, 2026

જખૌના મુખ્ય પ્રવેશદ્વારે એસ.ટી. બસ ફસાઈ

નલિયા,તા 25 : જખૌમાં પાણીની લાઇનના ખોદકામ બાદ સામાન્ય વરસાદમાં જ કીચડનું સામ્રાજ્ય ફેલાતાં આજે સવારે ગામના મુખ્ય પ્રવેશદ્વાર પર જ એસ.ટી. બસ ફસાઈ ગઈ હતી. અધૂરા ખોદકામને લીધે પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે. ગામમાં આવવા-જવાનો મુખ્ય માર્ગ બંધ થઈ જતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર તાકીદે આ રસ્તો ખુલ્લો કરે તેવી લોકમાંગ ઊઠી છે. 

Panchang

dd