• ગુરુવાર, 09 જુલાઈ, 2026

ચોમાસામાં વીજળી સામે રક્ષણ આપતું ડિજિટલ સુરક્ષા કવચ `દામિની એપ'

ભુજ, તા. 7 : ચોમાસાની ઋતુમાં આકાશી વીજળી જેવી કુદરતી જીવલેણ આપત્તિ સામે ગ્રામીણ વિસ્તારો અને ખાસ કરીને ખેડૂતોને સુરક્ષિત કરવા માટે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ટેકનોલોજિકલ હથિયાર તરીકે `દામિની : વિજળી ચેતવણી' (Damini : Lightning Alert) એપ શરૂ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દામિની એપ્લિકેશનએ ભારત સરકારના ભારતીય હવામાન વિભાગ (IMD) અને ભારતીય ઉષ્ણકટિબંધીય હવમાનશાત્ર સંસ્થા (ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટ્રોપિકલ મેટિયોરોલોજી  (IITM) પૂણે દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી એક સત્તાવાર મોબાઈલ એપ્લિકેશન છે, જેનો મુખ્ય ઉદ્દેશ વીજળી પડવાની સંભાવના વિશે રીઅલટાઈમ ચેતવણીઓ પ્રદાન કરવાનો છે, એપ વીજળી પડવાની ઘટનાઓને ટ્રેક કરવા માટે નેટવર્ક સેન્સર્સ અને સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરે છે. સમય આધારિત કલર કોડિંગ એલર્ટ મુજબ લાલ રંગ - 7 મિનિટ અત્યંત જોખમી સ્થિતિ, પીળો રંગ - 14 મિનિટ, સાવચેત રહેવું, વાદળી રંગ - 21 મિનિટ વીજળીની શરૂઆત થવાની સંભાવના દર્શાવે છે. સ્માર્ટ ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર એપલ એપ સ્ટોરમાં અથવા  સર્ચબારમાં  "Damini Lightning Alert"  લખીને  એપ ઈન્સ્ટોલ કરી રજિસ્ટર કરી શકાય છે. એપમાં મિત્રો, આસપાસના ખેડૂતો વતી પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. એપ એલર્ટ આપે ત્યારે સુરક્ષાનાં પગલારૂપે ખુલ્લા ખેતરો, એકલ-દોકલ મોટા વૃક્ષો, પાણીના સ્રોતો કે ધાતુના ઊંચા થાંભલાઓ નીચે આશરો ન લેવા તેમજ પાકા મકાન અથવા કાર, ટ્રક કે બસની અંદર જતાં રહેવા અથવા બન્ને પગ ભેગા કરીને કાન બંધ કરી  માથું, ઘૂંટણ વચ્ચે રાખીને જમીન પર ઊભડક બેસી જવું. (ક્યારેય જમીન પર ચત્તા કે ઊંધા સૂવું નહીં), ઘરમાં ઈલેકિટ્રક ઉપકરણોના પ્લગ બોર્ડમાંથી કાઢી નાખવા અને લેન્ડલાઈન ફોનનો ઉપયોગ ટાળવા, પશુધનને પાકા શેડમાં બાંધી દેવા સહિતના પગલાં લેવાં જણાવાયું હતું.  

Panchang

dd