• ગુરુવાર, 09 જુલાઈ, 2026

આરોપીઓને કડક સજા કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત

ભુજ, તા. 8 : રાજસ્થાનના ગંગાનગર ખાતે 13 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કારના બનાવને ધ્યાને લઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાજેશભાઈ જેઠી, પ્રજ્ઞેશભાઈ ચોથાણી, જાગીરસિંહ સરદાર, કપિલ મહેતા દ્વારા રાષ્ટ્રપતિ તથા કલેકટરને આવેદનપત્ર પાઠવી ગુનેગારોને કડક સજા ફટકારવા જણાવ્યું હતું. રાજસ્થાન ઉપરાંત કોલકતામાં બનેલા આવા બંને બનાવના આરોપીઓને સત્વરે દાખલો બેસાડતી કડક સજા કરી પીડિત પરિવારોને ન્યાય મળે તેવી માંગ કરી હતી. માત્ર મિલકતો પર કાર્યવાહી કરવાથી ન્યાય નહીં મળે તેવો રોષ વ્યક્ત કરતાં ગુનેગારોને કડક સજા સાથે દંડ કરવા જણાવ્યું હતું. 

Panchang

dd