ગાંધીધામ, તા. 8 : ગાંધીધામ મહાનગરપાલિકાની મંડળની
આવકનો મુખ્ય સ્ત્રોત અલગ અલગ વેરાઓ છે. તિજોરી ભરેલી રહે તે માટે વેરા વસુલાત ઉપર ધ્યાન
કેન્દ્રિત કરવામાં આવે છે ચાલુ નાણાકીય વર્ષમાં 80 કરોડના માંગણા સામે લગભગ 14 કરોડની વેરા વસુલાત થઈ છે છતાં તિજોરી ખાલી છે મોટા બાકીદારો
પાસેથી વેરાઓની વસુલાત માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. ટેક્સેશન સમિતિના ચેરમેન
એ.કે. સિંધની અધ્યક્ષતામાં વિભાગની બેઠક મળી હતી. જેમાં નાણાકીય વર્ષ 2026/27 માં 80 કરોડની વેરા વસૂલાત નો લક્ષ્યાંક
રાખવામાં આવ્યો છે. હાલના સમયે ગાંધીધામ આદિપુર
જોડિયા શહેરો 50 કરોડનું અને ગ્રામીણ વિસ્તારનું
30 કરોડનું માંગણું છે. તેમાંથી
અત્યાર સુધીમાં લગભગ 17 કરોડની આસપાસની
રિકવરી થઈ છે લક્ષ્યાંક સુધી પહોંચવા માટે કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત
આ બેઠકમાં જરૂરિયાત મુજબ ટેક્સ દરોમાં સુધારો કરવો તથા નવી કર વ્યવસ્થા અંગે ચર્ચા
કરવામાં આવી હતી આ ઉપરાંત 50000 થી લઈને એક
લાખ અને તેથી વધુનો જેનો ટેક્સ બાકી હોય તેવા મોટા કરદાતાઓનું લીસ્ટ તૈયાર કરીને વિશેષ
વસુલાત માટેનો પ્લાન બનાવવા માટે કહેવામાં આવ્યું છે તેમજ ટેક્સ સબંધિત અલગ અલગ મુદ્દાઓ
ઉપર કર્મચારીઓને જરૂરી સૂચનાઓ અપાઇ હતી. ખાસ
કરીને અનિયમિતતા તેમજ કર ચોરી સંબંધિત કોઈ ગોટાળા ન થાય તેનું ધ્યાન રાખવા માટે સૂચના
આપી હતી. આ ઉપરાંત કરદાતાઓ યુપીઆઈ તથા નેટબેન્કિગ
સહિતના ઓનલાઇન માધ્યમોથી મહાનગરપાલિકાને ટેક્સ ભરપાઈ કરે તેના ઉપર ધ્યાન આપવા માટે
કહ્યું હતું. - આવક વધારવા
મનોમંથન થયું : સ્વભંડોળની
આવકનો મુખ્ય સ્ત્રોત વેરા વિભાગ છે તેમાં વધુ આવક થાય તે બાબત ઉપર ચર્ચા કરવામાં આવી
હતી નોંધણી વગર તમામ વ્યવસાયોને કરના દાયરામાં લાવવા, વિશેષ વસુલાત અભિયાન ચલાવવું, સમયસર કર ભરનારને પ્રોત્સાહન અને ભાગીદારો સામે દંડાત્મક કાર્યવાહી કરવી ઉપરાંત
ટ્રેડલાઈસન્સ, જ્યાં નિયમો મંજૂરી આપે ત્યાં જીએસટી, તેમજ અન્ય ઉપલબ્ધ રેકોર્ડનું ક્રોસ વેરીફીકેશન કરીને કરતાઓની યાદી અપડેટ કરવા
સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થઈ હતી અને તેનું અમલીકરણ કરવા માટેની સૂચના આપી હતી.