નખત્રાણા, તા. 8 : સ્વચ્છતા અભિયાન અંતર્ગત અહીંની
નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસરનાં માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટિક ડ્રાઇવ (ઝુંબેશ) હાથ ધરવામાં
આવી હતી. કામગીરી દરમ્યાન નગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અને વેચાણ કરતાં તત્ત્વો
સામે કડક પગલાં લેવાયાં હતાં. પાલિકાની સેનિટેશન અને સ્વચ્છ ભારત મિશન ટીમ દ્વારા સઘન
ચેકિંગ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા 20 જેટલા ઇસમો સામે કાર્યવાહી કરવા ઉપરાંત દુકાનો અને લારી-ગલ્લાઓ
પરથી 30 કિ.ગ્રા. જેટલો પ્રતિબંધિત
જથ્થો જપ્ત કરાયો હતો. આગામી દિવસોમાં
ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેથી ચીફ ઓફિસરે નગરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત રાખવા
સહયોગ માટે અપીલ કરી હતી.