• ગુરુવાર, 09 જુલાઈ, 2026

બેટધરોનો ધબડકો : ભારતની સૌથી મોટી હાર

નોર્ટિંગહામ, તા. 8 : ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાનો 12પ રને સૌથી કારમો પરાજય થયો હતો. ઈંગ્લેન્ડના 7 વિકેટે 201 રનના જવાબમાં ભારતીય ટીમ ફક્ત 11.4 ઓવરમાં 76 રનમાં ઢેર થઇ હતી. આથી ઈંગ્લેન્ડનો 12પ રને મહાવિજય થયો હતો અને પ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઇ બનાવી લીધી હતી.ભારતીય બેટધરોએ ઉછાળવાળી બોલિંગ સામે ઢંગધડા વગરની બેટિંગ કરી હતી. અભિષેક શર્મા 10, વૈભવ સૂર્યવંશી 13, ઇશાન કિશન 13, શ્રેયસ ઐયર 5, તિલક વર્મા 3 રને આઉટ થયા હતા. જોશ રંગે 28 રનમાં 4, જોફ્રા આર્ચરે 29 રનમાં 3 વિકેટ ઝડપી હતી. આ હાર બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર ટીમના બચાવમાં ઉતર્યાં હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે પાછલા કેટલાક મેચના પરિણામના આધારે કોઇ ટીમને નબળી આંકી શકાય નહીં. ઘણીવાર હરીફ ટીમ સારો દેખાવ કરતી હોય છે. ઘણીવાર કોઇ ટીમ સંતુલિત દેખાવ કરી શકતી નથી. આયરલેન્ડ સિરીઝ બાદથી ભારતીય ટીમ ખેલની પરિસ્થિતિને સારી રીતે સમજી રહી નથી. આ ક્ષેત્રમાં સુધારાની જરૂર છે. કોચ ગંભીરે સ્વીકાર્યું કે ઝડપી અને ઉછાળવાળી પીચો પર આપણા બેટધરોએ સામનો કરતા શિખવું પડશે. યુવા ટીમને થોડો સમય આપવો પડશે. જયારે ભારતીય કપ્તાન શ્રેયસ અય્યરે કહ્યું કે અમે ઘણું ખરાબ પ્રદર્શન કર્યું. આવી હાર અસ્વીકાર્ય છે. ટીમે તેની ભુલોનું વિશ્લેષણ કરવું પડશે. 

Panchang

dd