ભુજ, તા. 7 : સમગ્ર શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વાસ્થ્યપ્રદ બનાવવાના આશયથી શરૂ
કરાયેલા ગુજરાત પ્રદેશ ભાજપના સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમામ 11 વોર્ડની સંફાઈ હવેથી દર મહિનાના
પહેલાં રવિવારે કરવામાં આવશે. ભાનુશાલી નગરના વિવેકાનંદ પાર્કની સફાઈથી વિધિવત પ્રારંભ
કરાવવમાં વોર્ડ નં. 9ના નગરસેવકોએ
આદરેલી સફાઈમાં નગરપ્રમુખ શીતલભાઈ શાહ અને ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. કેશુભાઈએ જણાવ્યું હતું કે, આ સુનિયોજિત પ્લાન મુજબ પાલિકાના તમામ કાઉન્સિલરો,
સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો,
સફાઈ કર્મચારીઓ એક ટીમ બનીને કાર્ય કરશે. આ સફાઈ ઝૂંબેશ માતત્ર દેખાડો
કરવા કે કાગળ પર મર્યાદિત ન રહેતા પ્રત્યેક વિસ્તારમાં વાસ્તવિક સફાઈને અનુલક્ષીને
ચલાવવામાં આવશે. તેમણે નાગરિકોને પણ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી.