• શુક્રવાર, 03 જુલાઈ, 2026

મોટી વિરાણી ગામે સાત આખલા પકડીને નખત્રાણા ગૌશાળામાં મુકાયા

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 2 : નખત્રાણા તાલુકાના આ ગામે આખલા પકડવાની બીજા તબક્કાની કામગીરી અંતર્ગત એક તોફાની આખલા સહિત કુલ સાત આખલા પાંજરે પુરાયા હતા. ઘણા સમયથી આતંક ફેલાવનારા લાલિયા આખલાને ગરબી ચોક વિસ્તારમાં પકડી પાડવામાં સફળતા મળી હતી. ઉપરાંત અન્ય વિસ્તારમાં કુલ છ આખલા પણ પકડીને નગરપાલિકા દ્વારા પાંજરે પુરાયા હતા અને નખત્રાણાની ગૌશાળામાં મુકાયા હતા. 

Panchang

dd