• શુક્રવાર, 03 જુલાઈ, 2026

વરસાદના વિઘ્નને લીધે પ્રથમ ટી-20 મેચ અનિર્ણિત

ચેસ્ટર લી સ્ટ્રીટ, તા.2 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેનો પહેલી ટી-20 મેચ વરસાદને લીધે અનિર્ણિત રહી હતી. ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા હતા. આ પછી ભારે વરસાદને લીધે ઈંગ્લેન્ડની ઈનિંગ્સ શરૂ થઇ શકી ન હતી અને અમ્પાયર્સને મેચ પડતી મુકવાની ફરજ પડી હતી. ભારત તરફથી અભિષેક શર્માએ 24 દડામાં 6 ચોગ્ગા-4 છગ્ગાથી પ9 અને કેપ્ટન શ્રેયસ અય્યરે 47 દડામાં 6 ચોગ્ગા-1 છગ્ગાથી 68 રન કર્યાં હતા. શિવમ દૂબેએ 21 દડામાં 2 ચોગ્ગા-3 છગ્ગાથી 42 રનની ઝડપી ઈનિંગ્સ રમી હતી. સેમસન 1 રને જલ્દીથી આઉટ થયો હતો. ઇશાન (0) રન આઉટ થયો હતો. તિલક 13 અને અક્ષર 3 રન જ કરી શકયા હતા. ઈંગ્લેન્ડ તરફથી સાકિબ મહમૂદે 3 વિકેટ લીધી હતી. શ્રેણીનો બીજી ટી-20 મેચ શનિવારે સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે. 

Panchang

dd