ભુજ, તા. 2 : મુંદરામાં મૂળ બિહારના ચાલક
એવા 35 વર્ષીય યુવાન અખિલેશકુમાર કુલેમારાઇ
યાદવના ચહેરા પર અજાણ્યા શખ્સે ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યા નીપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મુંદરા પોલીસ મથકેથી પ્રાપ્ત
વિગતો મુજબ આજે સવારે આઠ વાગ્યા પહેલાં કોઇપણ સમયે ટી-પોઇન્ટ સર્કલ પાસે આ બનાવ બન્યો
હતો, જેમાં અખિલેશકુમારના ચહેરા ઉપર કોઇ અજાણ્યા
ઇસમે જીવલેણ ઇજાઓ કરી આરોપી નાસી છૂટયો હોવાની ફરિયાદ નોંધાઇ છે. મૂળ બિહાર હાલે ઘનશ્યામ
કોમ્પ્લેક્સ મુંદરા પોર્ટ રોડ પર રહેતા અને વ્યવસાયે ડ્રાઇવર એવા અખિલેશકુમારની કોણે
અને ક્યા કારણોસર હત્યા નીપજાવી તે અંગે પોલીસે છાનબીન આદરી છે.