• શુક્રવાર, 03 જુલાઈ, 2026

જોકોવિચ અને ઝ્વેરેવ ત્રીજા રાઉન્ડમાં

લંડન તા.2 : સર્બિયાનો સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ તેના રેકોર્ડબ્રેક 2પમા ગ્રાંડસ્લેમ ખિતાબની શોધમાં વિમ્બલ્ડનમાં ઉતર્યો છે. જોકોવિચે બીજા રાઉન્ડની મેચમાં ગ્રીસના દમદાર ખેલાડી સ્ટેફાનેસ સિતસિપાસ સામે 6-3, 6-4 અને 6-2થી જીત મેળવી મેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. આ ઉપરાંત વિશ્વ નંબર વન અને વર્તમાન ચેમ્પિયન ઇટાલીના યાનિક સિનરનો પણ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ થયો છે. સિનરે બીજા રાઉન્ડમાં પોર્ટૂગલના નુનો બોર્ગેસને 7-6, 7-6 અને 6-4થી હાર આપી હતી. આ સિવાય ફ્રેંચ ઓપનનો ઉપવિજેતા ખેલાડી ફલાવિયો કોબોલી, 17મા ક્રમનો ફ્રાંસિસ ટિયાફો અને 21મા ક્રમનો ટોમી પોલ પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. મહિલા વિભાગમાં અમેરિકાની કોકો ગોફનો બીજા રાઉન્ડમાં સોલાના સિયરા સામે 6-3, 3-6 અને 7-6થી વિજય થયો હતો અને ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. એલેક્ઝાન્ડર ઝ્વેરેવ બીજા રાઉન્ડમાં વેલેન્ટિન રોયરને 6-1,6-3,7-6 (3)થી હાર આપી હતી. ભારતના યુકી બાંભરી અને તેના સાથી ઓસ્ટ્રેલિયાના માઈકલ વિનસનો પહેલા રાઉન્ડમાં જ નેધરલેન્ડ્સના જિવ જુલિયન અને અમેરિકાના થિડોર વીનેગર સામે 6-3, 6-4થી હાર આપી હતી. 

Panchang

dd