ન્યૂયોર્ક, તા.2 : યૂરોપની બે દિગ્ગજ ટીમ રાઉન્ડ-32માં ઉલટફેરનો શિકાર થતાં બચીને ફીફા વર્લ્ડ
કપના પ્રી કવાર્ટર ફાઇનલમાં પહોંચી છે. સહયજમાન ટીમ અમેરિકાએ પણ રાઉન્ડ-16માં પ્રવેશ કર્યો છે. બેલ્જિયમનો તીવ્ર
રસાકસી પછી સેનેગલ સામે 3-2થી દિલધડક
વિજય થયો હતો જ્યારે સ્ટાર ખેલાડી હેરી કેનના બે ગોલના સહારે ઈંગ્લેન્ડનો ડીઆર કોંગો
વિરુદ્ધ રસાકસી બાદ 2-1 ગોલથી રોમાંચક
વિજય થયો હતો. અમેરિકાએ બોસ્નિયા એન્ડ હર્જેગોવિના ટીમને 2-0 ગોલથી હાર આપી હતી. બેલ્જિયમ
સામેની મેચમાં સેનેગલ ટીમ 86 મિનિટ સુધી
2-0થી આગળ હતી. 2પમી મિનિટે હબીબ દિયારાએ અને પ1મી મિનિટે ઇસ્માઇલા સારે જોરદાર ફિલ્ડ ગોલ
કરીને ઈંગ્લેન્ડને હતપ્રભ કરી દીધું હતું. મેચ સમાપ્તિ તરફ આગળ વધી રહી હતી અને બેલ્જિયમ
વિશ્વ કપની બહાર થવા નજીક હતું, ત્યારે
86મી મિનિટે ટીમના સૌથી અનુભવી ખેલાડી રોમેલુ
લુકાકુએ ગોલ કરી બેલ્જિયમનો સ્કાર 1-2 કર્યો હતો. તેની 3 મિનિટ બાદ યૂરી ટિલેમેન્સના રોકેટ શોટથી ગોલ થયો હતો અને બેલ્જિયમે
સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો હતો.
મેચ એકસ્ટ્રા ટાઇમમાં પહોંચી હતી. જયાં વીએઆર રિવ્યૂથી બેલ્જિયમને પેનલ્ટી આપી હતી.
12પમી મિનિટે ટિલેમેન્સે પેનલ્ટી ગોલ કર્યો
અને બેલ્જિયમ 3-2થી જીત મેળવી રાઉન્ડ-12માં પહોંચ્યું હતું. જ્યારે આખરી મિનિટોની
હારથી સેનેગલ ટીમ બહાર થઈ હતી. ઇંગ્લેન્ડ ટીમ પણ ઉલટફેરનો શિકાર થતાં બચી હતી. ડીઆર
કોંગો તરફથી મેચની 7મી મિનિટે
બ્રાયન સિપેંગાએ ગોલ કર્યો હતો. કોંગોની 1-0ની સરસાઇ 74મી મિનિટ
જળવાઇ રહી હતી. આ પછી ઈંગ્લેન્ડનો કેપ્ટન અને સ્ટાર સ્ટ્રાઇકર હેરી કેન ત્રાટક્યો હતો.
તેણે 7પ અને 86 મિનિટે ગોલ કરીને ઈંગ્લેન્ડને 2-1થી આગળ કરી વિજય નિશ્ચિત કર્યો
હતો. અમેરિકાએ બોસ્નિયા એન્ડ હર્જેગોવિના સામેની મેચમાં અંતિમ 30 મિનિટ સુધી 10 ખેલાડી સાથે રમવું પ હતું.
આમ છતાં 2-0 ગોલથી શાનદાર જીત મેળવી પ્રી
ક્વાર્ટરમાં જગ્યા બનાવી હતી. અમેરિકા તરફથી 4પ અને 82મી મિનિટે
ગોલ થયા હતા. અમેરિકાની રાઉન્ડ-12માં ટકકર
બેલ્જિયમ સામે થશે જ્યારે ઈંગ્લેન્ડ સામે મેક્સિકો હશે. - હેરીકેને
મહાન પેલેને પાછળ રાખી દીધા : વિશ્વ કપમાં હેરી કેનના કુલ 13 ગોલ થયા છેઅને તે સૌથી વધુ
ગોલ કરનાર ખેલાડીઓની સૂચિમાં સંયુકતરૂપે 6 નંબર પર આવી ગયો છે. તેણે મહાન પેલેને પાછળ રાખી દીધા છે. તેમણે
14 મેચમાં 12 ગોલ કર્યા હતા. હેરી કેને 1પ મેચમાં 13 ગોલ કર્યા છે.