• મંગળવાર, 23 જુલાઈ, 2024

તેજસ્વી-સિદ્ધિ પ્રાપ્ત 456 છાત્રનું સન્માન

ભુજ, તા. 19 : ભુજ લોહાણા મહાજન દ્વારા સરસ્વતી સન્માન (ભાગ-2) યોજાયો હતો જેમાં ધો. 9થી કોલેજ, રાજ્ય, રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત 456 વિદ્યાર્થીનું સન્માન કરાયું હતું. મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટય મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઇ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર, હર્ષદભાઇ ભીંડે, ધિરેનભાઇ ઠક્કર, મંત્રી હિતેષભાઇ ઠક્કર, ખજાનચી મૂળરાજભાઇ ઠક્કર, સહમંત્રી સંજયભાઇ?ઠક્કર, ડો. પ્રફુલ્લાબેન કોટક, તેજલબેન તન્ના તથા સહયોગી દાતાઓ હેમાલીબેન ચંદે, રાજુલાબેન ઠક્કર, નવીનભાઇ આઇયા, હરેશભાઇ?કતિરા, દીપકભાઇ ઠક્કર, દિનેશભાઇ દૈયા, હિરેનભાઇ?દાવડા, નિશાંતભાઇ ઠક્કર, સુબોધભાઇ ઠક્કર, સુરેશભાઇ ઠક્કર, ચેતનભાઇ ઠક્કર, નરેશભાઇ સોમૈયા, નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર દ્વારા કરાયું હતું. દાતાઓનું સન્માન હર્ષદભાઇ ઠક્કર, જયેશભાઇ સચદે (બાપા દયાળુ), જીગરભાઇ કોટક, જ્યોતિબેન કોઠારી, હરેશભાઇ તન્ના, ગૌતમભાઇ શેઠિયા, માધાપર લોહાણા મહાજનના મંત્રી મનોજભાઇ ઠક્કર, સુખપર લોહાણા મહાજનના પ્રમુખ પ્રભુભાઇ મીરાણી, મિરજાપર લોહાણા મહાજનના પ્રમુખ અશ્વિનભાઇ ઠક્કર, માનકૂવા લોહાણા મહાજનના પ્રમુખ વાલજીભાઇ વિ. દ્વારા કરાયું હતું. સ્વ. પ્રાગજીભાઇ પુરુષોત્તમના સ્મરણાર્થે પ્રતાપભાઇ ઠક્કર (અમેરિકા), ડો. કનુભાઇ ગણાત્રા દ્વારા પિતા સ્વ. જેરામભાઇના સ્મરણાર્થે, ગં.સ્વ. મઠાબાઈ પોપટનાં સ્મરણાર્થે ગં. સ્વ. માણેકબેન લોખંડવાલા, ગં.સ્વ. ચતુરબેન જેવત પૂજારા હ. પ્રપૌત્ર રાજીવ પુનિત પૂજારા (અમેરિકા) તથા પેન્ટર શેઠિયા વિશનજીભાઇ તરફથી, રામજી જેરામ રૂપારેલ (અમેરિકા) તરફથી તેમના માતા-પિતાના સ્મરણાર્થે પુરસ્કાર અપાયા હતા. આ કાર્યક્રમમાં હોદ્દેદારો, દાતાઓ, આમંત્રિત મહેમાનો અને વિરાગભાઇ, જયંતભાઇ, ભાવેશભાઇ, ભૂપેન્દ્રભાઇ, ગોવિંદજીભાઇ, કમલભાઇ, મીતભાઇ, બાલકૃષ્ણભાઇ, ધીરજભાઇ, ગિરધરભાઇ, હેમંતભાઇ, જગદીશભાઇ, મહેશભાઇ, પ્રફુલભાઇ, ભરતભાઇ, રશ્મિકાંતભાઇ, વિજયભાઇ, સુશીલાબેન આચાર્ય તથા અવનીશભાઇ, પ્રાણલાલભાઇ, મમતાબેન ઠક્કર, પ્રતાપભાઇ?રૂપારેલ અને શિક્ષણ સમિતિના બ્રિજેશભાઇ, દિલીપભાઇ, વિદ્યાબેન,?ટીનાબેન, વંદનાબેન, કમળાબેન, જુલીબેન, પંકિતાબેન, હિરલબેન, અંજલિબેન વિ. દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. સ્વાગત પ્રવચન ડો. મુકેશભાઇ તથા સંચાલન અને આભારવિધિ તેજલબેન તન્નાએ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang