ભુજ, તા. 22 : અહીંના જૈન જાગૃતિ સેન્ટરની
ત્રીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા મિલન-સન્માન સમારોહમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની
નોંધ લેવામાં આવી હતી. ત્રણ દાયકા પહેલાં નાના છોડ સ્વરૂપે શરૂ થયેલી આ સંસ્થા આજે
વટવૃક્ષ બનીનું કહી ટ્રસ્ટના ચેરમેન સંજય બી. શાહે સંસ્મરણો વાગોળ્યાં હતાં. આઇ.પી.
ચેરમેન જિતેન્દ્ર કોઠારીએ ટ્રસ્ટે અત્યાર સુધી જૈન સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ
માટે આપેલી 120 કરોડની લોન તથા ઉચ્ચ માધ્યમિક
અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવા સહિતની વિગતો આપી હતી. શિયાળામાં ધાબળા વિતરણ, ઉનાળામાં 1100 છાશ કેન્દ્ર, પક્ષી માટે
પાણીનાં કૂંડાંનું વિતરણ, ફેરિયા-વિતરકોને છત્રી વિતરણ જેવાં અન્ય કામોની નોંધ લેવા
સાથે આગામી ડિસેમ્બર માસમાં મુંબઇમાં યોજાનારા 31મા સમૂહલગ્નનાં આયોજન અંગે માહિતી આપી હતી. કાર્તિક અંતાણીએ
મ્યૂઝિકલ હાઉઝી રમાડી હતી. શાબ્દિક સ્વાગત પ્રમુખ કેતન મોરબિયાએ કર્યું હતું. જૈન જાગૃતિ
સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંજય બી. શાહ, જિતેન્દ્ર કોઠારી, પ્રફુલ્લ કામદાર, સીએ અમિત કોઠારીનું સન્માન કેતનભાઇ
મોરબિયા, ધર્મેશ દોશી, હિતેન્દ્ર શાહ, પરેશભાઇ શેઠે કર્યું હતું. ઉપરાંત કીર્તિભાઇ
ઝોટા, હર્ષદ શાહ, અશોક ખંડોર, સુરેશ દોશી,
નરેન્દ્ર મહેતા, અનિલ વોરા તેમજ લેડીઝ વિંગના પ્રમુખ મનીષાબેન મોરબિયાનું સન્માન કરાયું
હતું. કલ્પેશ મોરબિયા, ભાવેશ શાહ, બિપિન મોરબિયા, મિતેષ લોધરિયા, સંજય મોરબિયાએ કાર્યક્રમ
વ્યવસ્થા સંભાળી હતી.