• શનિવાર, 23 મે, 2026

ગુંદાલામાં હુમલા લૂંટના મામલે આપ નેતા સહિત ચાર સામે ફોજદારી

ગાંધીધામ, તા. 22 : મુંદરા તાલુકાના ગુંદાલામાં ખાલી બેરલના વેપારીને માર મારી રોકડ રકમની લૂંટ ચલાવવાના બનાવમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા સહિત ચાર જણા સામે ફોજદારી ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસના સત્તાવાર સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગુંદાલામાં ખાલી બેરલ નો ધંધો કરતા ફરિયાદી અબ્દુલ ગફુર આમદ હાલેપોત્રા એ આરોપી આરીફ, હરી સુમાર ગઢવી, સંજય બાપટ, માણેક ગઢવી સામે પોલીસ મથકે લૂંટ હુમલા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ આજે બપોરે બન્યો હતો.  આરોપી આરીફ અને હરી સુમાર ગઢવી તેની પાસે આવ્યા હતા. ખોટા ધંધા કરસ તેમ કહી બોલાચાલી કરી માર માર્યો હતો. અમને સંજય બાપટ માણેક ગઢવીએ મુક્યા હોવાનું કહી પૈસાની માંગ કરી હતી. ફરિયાદીએ ના પડતા આરોપીઓએ ધંધાના રૂપિયા 45000 ખિસ્સામાંથી ઝુટવી લઇ માર મારી ફરાર થઈ ગયા હતા. લૂંટ અને હુમલાના બનાવવામાં આમ આદમી પાર્ટીના નેતાની સંડોવણી બહાર આવતા ચકચાર પ્રસરી છે. આરોપીઓએ અગાઉ પણ ફોન ઉપર ધમકી આપી પૈસાની માંગણી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે  પોલીસે વિવિધ કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન સોશિયલ મીડિયામાં આપના નેતા ઉપર હુમલો થયો હોવાના વિડિયો વાયરલ થયા હતા.  

Panchang

dd