• શનિવાર, 23 મે, 2026

ચોવિસીના સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં ભુજ મંદિર અગ્રિમ

વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 22 : પાણીના અવાડાથી લઇ ગૌશાળા, બાલમંદિર, શાળાઓ, જળસંચય, હોસ્પિટલો, સમાજોના નિર્માણમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોની પ્રેરણા પાયામાં છે ત્યારે ન માત્ર સત્સંગ, સામાજિતક ઉત્તરાયિત્વ નિભાવવામાં ત્યાગી સંતો-સાંખ્યયોગી ફઇઓનું પ્રદાન અગ્રિમ હોવાની વાત વરિષ્ઠ વકતાઓએ માંડવી ખાતે કરી હતી. સ્વામિનારાયણ મંદિર માંડવી આયોજીત સંપ્રદાયનો ઐતિહાસિક મહાપર્વ સેવા અમૃત મહોત્સવ એક બાજુ આચાર્ય મહારાજના આજે અસાગમન સાથે પરાકાષ્ટા ધારણ કરશે તો બીજી બાજુ હજારો હરિભકત ભાઇ-બહેનોની ઉપસ્થિતિમાં નરનારાયણ દેવના જયઘોષ સાથે સામાજિક ઉત્તરાયિત્વ નિભાવવામાં ભુજ મંદિરના સંતોના મહાપ્રદાનની નોંધ લેવાઇ હતી. બંદરીય શહેરમાં ભેજયુક્ત ગરમીના પ્રકોપ વચ્ચે આંતરડી ઠારતા ભાવતા ભોજનિયાંનો રસથાળ એક લાખ જેટલા ભક્તોએ ગ્રહણ કર્યો હતો. મંદિરના મહંત નિર્લેપ ત્યાગી એવા કેશવજીવનદાસજી સ્વામીએ વિગતો આપતાં કહ્યું માંડવી ચારેય કાંધાના 1000 સ્વયંસેવકો શ્રમદાન કરી રહ્યા છે. દરેકના હૃદયમાં અનેરો ઉત્સાહ છે. કોઠારી સુખદેવ સ્વામીના માર્ગદર્શનમાં ભૂદેવો સંહિતા પાઠ કરી રહ્યા છે. તો બીજી બાજુ વહીવટી કોઠારી એવા હરજીભાઇ ગાંગજી વેકરિયા, ઉપકોઠારી માવજીભાઇ વેકરિયા, લક્ષ્મણ લાલજી વરસાણી, કુંવરજી વેકરિયા, વિશ્રામભાઇ કેરાઇ, રામભાઇ કષ્ટા, કિશોર હીરાણી, જીનેશભાઇ હાલાઇ, શિવજી જાદવા હાલાઇ, લાલજીભાઇ ભંડેરી, સામજી હીરાણી, મુળજીભાઇ હાલાઇ સાથે કર્મયોગી બહેનો પ્રસાદાલયની .... સાથે ભાવતા ભોજનિયાં પીરસી રહ્યા છે. કાનજીભાઇ રાબડિયા (રાજકુમાર), કિશોરભાઇ રાબડિયા, કાંતિભાઇ છભાડિયા, પટેલ ટુર્સ મેઘજીભાઇ ખેતાણી, વાલજીભાઇ હાલાઇ, દેવજીભાઇ છભાડિયા સહિત દેશ-વિદેશના અગ્રણીઓની મંચ ઉપર નોંધ લેવાઇ હતી. પાંચ લાખ ઉપરના દાતાઓના કેશરજળથી સામૂહિક અને વિશેષ પહેરામણી કરાઇ હતી. કથા પ્રસંગોમાં સદ્ગુણ સ્વામીએ શ્રીહરિના જીવનચરિત્રની પ્રસાદીભૂત વાત કરી હતી. શૌનકમુનિ સ્વામીએ સંતો દ્વારા સમાજસેવામાં અપાતા મહાયોગદાનની વાત કરતાં ભુજ મંદિર દ્વારા 10,000 દિકરા-દિકરીઓના શિક્ષણનું પ્રદાન વર્ણવ્યું હતું. રાષ્ટ્રભાવના અને સ્વધર્મ સાચવવાની વાત વરિષ્ઠ સંત કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ કરી હતી. સદ્ગુરુ માધવપ્રસાદ સ્વામીએ આશિર્વાદ જ્યારે સૂર્યપ્રકાશ સ્વામીએ સનાતન ધર્મના પાયા મજબૂત છે તેવી વાત કરી હતી. પ્રસાદાલયમાં મનજી રામજી કેરાઇ, હરેશ શિવજી વેકરિયા, કુંવરજી છભાડિયા, હિરજી છભાડિયા, માવજી રાબડિયા, કાંતિભાઇ વેકરિયા, હીરજી નાથા હાલાઇ, સંતો કૃષ્ણચરણ સ્વામી, પરમેશ્વર સ્વરૂપ સ્વામી, સત્યપ્રકાશ સ્વામી, રઘુવીર ચારણ સ્વામી, બ્રહ્મમુનિ સ્વામી, વ્યાસસ્વરૂપ, સત્યસ્વરૂપ, સદ્ગુણસ્વરૂપ, બ્રહ્મવિહારી, નીલકંઠ સ્વામી, શ્રી વેદસ્વરૂપ, હરિવદન સ્વામી, વિષ્ણુસેવક સ્વામી, પ્રિયવદન સ્વામી, નિર્દોષમુનિ સ્વામી સહિતના દરેક કાર્યભાર સંભાળી રહ્યા છે. 104 વર્ષના શતાયુ સ્વામી સનાતનદાસજીના હસ્તે દાતાઓ, આગેવાનો, કાર્યકરોના સન્માન કરાયા હતા. ભુજ મંદિરના સાં. યોગી મહંત સામબાઇ ફઇ, માંડવી ત્યાગી મહંત રતનબાઇ, ઉપમહંત કાનબાઇ, પ્રેમબાઇ, મેઘબાઇ સહિતના અનેક ફઇઓએ કર્મયોગી બહેનો સાથે ઉત્સવની  વ્યવસ્થાઓ સંભાળી રહ્યા છે. રાત્રે કીર્તિદાન ફેઇમ ડાયરાએ નંદસંતોની કીર્તન ભક્તિને સૂરે મઢી હતી. આગામી દિવસોમાં ભૂમિદાન મહોત્સવ, પંચામૃત અભિષેક, અન્નકુટોત્સવ, 24/5ના ઠાકોરજીની શોભાયાત્રા બંદરીય શહેર માટે વિશેષ સંભારણું બનશે, જેમાં 24 ગામોની વાજિંત્ર મંડળી જોડાશે. 

Panchang

dd