• શનિવાર, 23 મે, 2026

હૈદરાબાદ સામે હાર છતાં બેંગ્લોર ટોચ પર

હૈદરાબાદ, તા. 22 : ત્રણ બેટધરોની અર્ધસદીનાં બળે બાજી મારતાં સનરાઈઝર્સ હૈદરાબાદે શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 55 રને જીત મેળવી હતી, હાર છતાં 166થી વધુ રન કરવાની પૂર્વ શરત પાળીને બેંગ્લોરે પોતાનું સ્થાન ટોચની બે ટીમોમાં ટકાવી રાખ્યું છે. ગુજરાત ટાઈટન્સ બીજાં સ્થાને છે અને જીત છતાં હૈદરાબાદને પોઈન્ટ ટેબલમાં નુકસાન સહન કરવું પડયું છે. 256નાં લક્ષ્ય સામે બેંગ્લોર 200 રન સુધી સીમિત રહી હતી. ઈશાન કિશન (79), અભિષેશ શર્મા (56) અને હેનરિક ક્લાસેન (51) આજના વિજયના શિલ્પી બની રહ્યા હતા. સનરાઈઝર્સે આપેલું 256 રનનું પડકારરૂપ લક્ષ્ય આંબવા મેદાન પર ઊતરેલી રોયલ ચેલેન્જર્સ વતી સુકાની રજત પાટીદારે 39 દડામાં છ ચોગ્ગા, એક છગ્ગા સાથે 56 રન કર્યા હતા. વેંકટેશ ઐયરે માત્ર 19 દડામાં ચાર ચોગ્ગા, ચાર છગ્ગા સાથે વેગવંતા 44 રન કર્યા હતા, પરંતુ મલિંગાના દડામાં અભિષેકને કેચ દઈને વિકેટ ખોઈ દીધી હતી. કૃણાલ પંડયા 31 દડામાં પાંચ ચોગ્ગા સાથે 41 રને અણનમ રહ્યો હતો, તો ટીમ ડેવિડે 15 રન કર્યા હતા. અંતમાં લક્ષ્યવેધ માટે દડા ખૂટી પડયા હતા. અગાઉ, હૈદરાબાદે આરસીબીની દિશાવિહીન બોલિંગ અને નબળી ફિલ્ડિંગનો ભરપૂર ફાયદો ઉઠાવીને 20 ઓવરમાં 4 વિકેટે 2પપ રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. સનરાઇઝર્સની પાવરપ્લેમાં ઠીકઠાક શરૂઆત રહી હતી અને 1 વિકેટે 63 રન થયા હતા. ટ્રેવિસ હેડ 16 દડામાં પ ચોગ્ગા સાથે 26 રને આઉટ થયો હતો જ્યારે અભિષેક શર્માએ 22 દડામાં 4 ચોગ્ગા-પ છગ્ગા સાથે પ6 રનની આતશી ઈનિંગ્સ રમી હતી. ઇશાન કિશન અને હેનરિક કલાસેને મિડલ ઓવરમાં આરસીબી બોલર્સ સામે પાવર હિટિંગ કરી ત્રીજી વિકેટમાં 46 દડામાં 113 રનની તોફાની ભાગીદારી કરી હતી. કલાસેન 24 દડામાં 2 ચોગ્ગા-પ છગ્ગા સાથે વિસ્ફોટક પ1 રન કરી આઉટ થયો હતો. ઇશાન કિશન ઈનિંગ્સના અંતિમ દડે આઉટ થયો હતો, તેણે 46 દડામાં 8 ચોગ્ગા-3 છગ્ગા સાથે આક્રમક 79 રન બનાવ્યા હતા. નીતીશ રેડ્ડી 12 દડામાં 1 ચોગ્ગા-3 છગ્ગા સાથે 29 રનની કેમિયો ઈનિંગ્સ રમી નોટઆઉટ રહ્યો હતો. આરસીબી તરફથી રસિખ ડારે 2 વિકેટ લીધી હતી. 

Panchang

dd